Not Set/ પુણે પૂર પ્રકોપ 17 લોકોને ભરખી ગયો, લગભગ 16,000ને બચાવાયા

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભારે વરસાદ પછી પૂર અને દિવાલ તૂટી પડવાની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ  દ્વારાએ પણ જણાવવાયું હતું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં કેટલાક પાણી ભરેલા વિસ્તારોના આમાંથી આશરે 16000 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

India
puna પુણે પૂર પ્રકોપ 17 લોકોને ભરખી ગયો, લગભગ 16,000ને બચાવાયા

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભારે વરસાદ પછી પૂર અને દિવાલ તૂટી પડવાની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ  દ્વારાએ પણ જણાવવાયું હતું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં કેટલાક પાણી ભરેલા વિસ્તારોના આમાંથી આશરે 16000 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પુણેમાં ભારે વરસાદને કારણે જાનહાનિની ​​જાણકારી મળતાં તેઓ ખૂબ દુ:ખદ આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે શહેર અને બારામતી જીલ્લા-તાલુકામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમો તૈનાત કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પુણેની જીલ્લા-તાલુકાની શાળાઓ અને કોલેજોએ પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બે દિવસ માટે રજા જાહેર કરી હતી.

પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, મુંબઈ-બેંગાલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ઘેડ-શિવાપુર ગામની દરગાહ પર સૂતેલા પાંચ લોકો તણાઇ ગયા હતા, પોલીસ અધિક્ષક સંદિપ પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, પુરંદર વિસ્તારના બે વ્યક્તિઓ ગુમ થયાની જાણ થઈ હતી.

આ ઉપરાંત પૂરનાં પાણી ભરેલા અર્નેશ્વર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં નવ વર્ષના છોકરા સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું ચીફ ફાયર ઓફિસર પ્રશાંત રણપીસે જણાવ્યું હતું.

સહકાર નગરમાં ડૂબેલા વિસ્તારમાં એક શાળાની નજીક એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો જ્યારે સિંહગોડા રોડ નજીક કારમાં તણાઇ ગયેલી અન્ય એક લાશ મળી આવી હતી.

પાટિલે જણાવ્યું હતું કે, જેજુરી નજીક કર્હા નદી પર બાંધવામાં આવેલા નાઝારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ બારામતીના નીચાણવાળા વિસ્તારોના 10,000 થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા અનેક લોકોને પણ બચાવવામાં આવ્યા હતા,

રણપિસે જણાવ્યું હતું કે, “ગુરુવારે સવારે વરસાદ અટક્યો હતો, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ઘણા મકાનો અને રહેણાંક મંડળીઓ હજી પણ ડૂબી ગઈ છે. તે સ્થળોએ દિવાલો તૂટી પડવાની અને ઝાડ કાપવાના ઘણા અહેવાલો છે,”

દરમિયાન, મુખ્યમંત્રી ફડણવીસે પૂરમાં થયેલા મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “પરિવારો સાહનુભૂતી સાથે તે આ ઘટનાઓથી ખૂબ ગમગીન છે.

“એનડીઆરએફની 2 ટીમો પુણે અને 2 બારામતીમાં તૈનાત છે. એનડીઆરએફની વધુ એક ટીમ બારામતી જવાની છે. રાજ્ય સરકાર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણી પર પણ નજર રાખી રહી છે.”

આપને જણાવી દઇએ કે, બુધવારે શહેરમાં ભારે વરસાદના ઝાપટા પછી પુણે અને આસપાસના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિંહગોડ રોડ, ધનકવાડી, બાલાજીનગર, અંબેગાંવ, સહકાર નગર, પાર્વતી, કોલ્હેવાડી અને કિર્કટવાડીમાં પાણી ભરાયા હોવાનું  સામે આવી રહ્યું છે.  .

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.