News/ અમરનાથયાત્રાનું રજિસ્ટર્ડ 1લી એપ્રિલથી શરૃ થશે

13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિનું રજિસ્ટર્ડ થશે નહીં

India
amer nath અમરનાથયાત્રાનું રજિસ્ટર્ડ 1લી એપ્રિલથી શરૃ થશે

અમરનાથયાત્રા માટે તીર્થયાત્રાળુંઓના રજિસ્ટર્ડ 1લી એપ્રિલથી શરૃ થશે,પંજાબ નેશનલ બેંક (316) જમ્મુ કાશ્મીર બેંક (90)અને યસ બેંક (40)ની 446 શાખાના માધ્યમથી રજિસ્ટર્ડ કરવામાં આવશે. 56 દિવસની યાત્રા  28 જૂનથી શરૃ થશે અને 22 ઓગષ્ટે સમાપ્ત થશે. અમરનાથ શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નીતિશકુમારે જણાવ્યું કે અરજીપત્રક અને સંપૂર્ણ સરનામાંવાળી બેંક શાખાની રાજ્યવાર સુચી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

56 દિવસની યાત્રા પહેલગામ અને બાલટાલના રસ્તાઓ પરથી શરૃ થશે

યાત્રા 28 જૂનથી શરુ થઇને 22 ઓગ્ષ્ટે પૂર્ણ થશે

અમરનાથ રજિસ્ટર્ડ માટે જે જરૃરી વિગતો છે તે અને તબ્બકાવાર યાત્રા માટે જે જરૃરી છે તે વેબસાઇટ પર અપડેટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિબિર સુધી પહોંચવાની જાણકારી અને યાત્રા માટે રજિસ્ટર્ડ કિંમત ટટુ, પાલકી અને પોર્ટસની કિંમતો પણ સામેલ છે. સીઇઓએ જણાવ્યું છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિનું રજિસ્ટર્ડ થશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો યાત્રા માટે ઇચ્છા ધરાવે છે. તેમણે યાત્રા પરમિટ પ્રાપ્ત કરી લેવા અપીલ કરી છે. જેના લીધે યાત્રા સમય દરમ્યાન કોઇ અસુવિધાનો સામનો ના કરવો પડે .

હેલિકોપ્ટરથી યાત્રા કરવાવાળાઓને પહેલાથી રજિસ્ટર્ડ કરવાની જરૃર નથી કારણ કે હેલિકોપ્ટરની ટિકિટો પર્યાપ્ત હશે. પરતું તેમણે પોતાના સ્વાસ્થ માટેનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. અમરનાથયાત્રાની તૈયારી પુરજેશમાં ચાલી રહીં છે. આ વર્ષે 6 લાખથી વધારે શ્રધ્ધાળુઓ આવવાનો અંદાજ છે. જમ્મુના આધાર શિબિર ભગવતીનગરમાં રહેઠાણની ક્ષમતા 2 હજારથી વધારીને 5 હજાર કરવાની યોજના છે. આ યોજના માટે 174 લાખ ખર્ચ થવાનો અંદાજ છે. પીડબલ્યુડી વિભાગ દ્વારા શેડ તૈયાર કરવામાં આવશે. જેમાં પાણી, વીજળી,  મોબાઇલ શૌચાલય,ચાર્જિગ પોઇન્ટ જેવી રહેઠાણમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.