Not Set/ “ભારત અને UAE વચ્ચે સંબંધ માત્ર વેપાર જ નહીં, પરંતુ ભાગીદારીનો પણ છે” : પીએમ મોદી

દુબઈ, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા હતા. પીએમ મોદીએ અબુધાબીના યુવરાજ મોહમ્મદ બિન જાયદ-અલ નાહ્યાન સાથે વાતચીત કરી હતી. ત્યરબાદ રવિવારે તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધવા માટે દુબઈના ઓપેરા હાઉસ ખાતે પહોચ્યા હતા.  ઓપેરા હાઉસ ખાતે પીએમ મોદીનું ભારે ઉમળકાભેર સ્વાગત […]

India
"ભારત અને UAE વચ્ચે સંબંધ માત્ર વેપાર જ નહીં, પરંતુ ભાગીદારીનો પણ છે" : પીએમ મોદી

દુબઈ,

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા હતા. પીએમ મોદીએ અબુધાબીના યુવરાજ મોહમ્મદ બિન જાયદ-અલ નાહ્યાન સાથે વાતચીત કરી હતી. ત્યરબાદ રવિવારે તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધવા માટે દુબઈના ઓપેરા હાઉસ ખાતે પહોચ્યા હતા.  ઓપેરા હાઉસ ખાતે પીએમ મોદીનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય મૂળના લોકોને સંબોધતા તેઓએ સરકારની આર્થિક નીતિના નિર્ણયો અંગે જણાવ્યું હતું તેમજ આ સમયે તેઓ કોઈ વિપક્ષી પાર્ટીના નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

દુબઈના ઓપેરા હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બનનારા સૌપ્રથમ હિંદુ મંદિરની પણ આધારશિલા રાખી હતી.

દુબઈમાં ઓપેરા હાઉસ ખાતે વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું,

  • ભારત અને ગલ્ફ દેશો વચ્ચે ઊંડા સંબંધો છે. અમારા બંને રાષ્ટ્રોનો સંબંધ માત્ર વેપાર જ નહિ, પરંતુ ભાગીદારિનો પણ છે.
  • ઘણા દાયકાઓ પછી, ભારત ગલ્ફ દેશો સાથે ઊંડો અને વ્યાપક સંબંધો ધરાવે છે. અહીંના શાસકોએ ભારતને સન્માનિત કર્યું છે, તેથી અમારી જવાબદારી પણ છે કે અમે તેઓના આદર્શોને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
  • યુએઈમાં ૩૦ લાખથી વધુ ભારતીય મૂળના રહેનારા લોકો છે. અહીંના લોકોએ ભારતીય મૂળના લોકોને રહેવા માટે વાતાવરણ આપ્યું છે. જેથી હું તેઓનો આભાર માનું છું. તેમણે કહ્યું હતું કે  ‘અબુ ધાબીમાં પુલ તરીકે હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. માનવીય ભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અબુ ધાબીનું આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના રાજકુમારને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
  • ૨૦૧૪માં વૈશ્વિક સ્તરે “ઈચ ઓફ ડુઈંગ બિઝનેસ” અમે ઘણા પાછળ હતા પરંતુ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ભારતે મોટી છલાંગ લગાવી છે. હવે ભારતને અમારે વૈશ્વિક બેન્ચમાર્ક પર લાવવાનું છે. છેલ્લા ચાર વર્ષમાં દેશનો વિશ્વાસ વધી ગયો છે.
  • અમે હતાશા, આશંકાઓ અને દુવિધાઓના સમયમાંથી પણ નીકળ્યા છે. પહેલા એક સામાન્ય વ્યક્તિ એક કામ અંગે પૂછાતો હતો શું આ શક્ય છે ? આજે મને પૂછે છે કે મોદીજી બતાવો અ કામ ક્યારે થશે ? આજે દેશમાં બધું જ શક્ય છે. મોદીએ જણાવ્યું હતું કે ભારત વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી રહ્યું છે.
  • વિશ્વ એવું કહી રહ્યું છે કે, ૨૧મી સદી ભારતની હશે. મહાત્મા ગાંધી વારંવાર પ્રિય કાર્યો વિશે વાત કરતા હતા. તેમણે કહ્યું હતું કે કામ કરવાથી પ્યારું ન બનવું જોઈએ, પરંતુ અન્ય લોકોને આ કામથી ફાયદો થાય એવા કામો કરવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, ફેરફારો કરવા માટે કેટલીક મુશ્કેલી જરૂરી થાય છે.
  • કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો પર વિદેશી ભૂમિ નિશાન સાધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, જ્યારે નોટબંધી લાગુ કર્યાં બાદ દેશના ગરીબ લોકોને તરત સમજી ગયા હતા કે આ પગલું એક યોગ્ય દિશામાં હતું, પરંતુ જેની રાત્રીની ઊંઘ હરામ થઇ ગઈ તેઓ આજે બે વર્ષ પછી પણ રડી રહ્યા છે.
  • એક સમાન ટેક્ષ (જીએસટી) જે છેલ્લાં કેટલાંક વર્ષથી લટકાવવામાં આવી રહ્યું હતું તે હવે પસાર થઈ ગયું છે. આ બિલથી વ્યાપાર સરળ થઈ ગયું છે, જે હકારાત્મક અસર જોવા મળી રહી છે. યુએઈમાં એક લઘુ ભારત વસે છે. ભારત આજે ઝડપથી આગળ વધી રહ્યું છે તે સારી રીતે અનુભવી રહ્યા છે.

આ પહેલા પીએમ મોદી યુએઈના વાહત અલ કરામા મેમોરિયલ પહોચ્યા હતા અનેઅમીરાત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.