Not Set/ રાજકોટમાં મોક્ષની રાહ જોઈ રહી છે 500થી વધુ મૃતકોની અસ્થિઓ

આપણા હિન્દુ સંસ્કૃતિમાં માનવીના મૃત્યુ બાદ તેની અસ્થિઓનું વિસર્જન કરવાની પરંપરા છે.  તેમાં પણ ધાર્મિક માન્યતા છે કે, હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃતકને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં પણ  કોરોના કાળમાં સંક્રમણ અને અન્ય કારણોથી મોતને ભેટેલા અનેક મૃતકોની અસ્થિઓકબાટમાં  ઉભરાવા લાગી રહ્યા છે . ત્યારે  આવી અસ્થિઓનું  હજુ સુધી વિસર્જન નથી થઈ […]

Gujarat Rajkot

આપણા હિન્દુ સંસ્કૃતિમાં માનવીના મૃત્યુ બાદ તેની અસ્થિઓનું વિસર્જન કરવાની પરંપરા છે.  તેમાં પણ ધાર્મિક માન્યતા છે કે, હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃતકને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં પણ  કોરોના કાળમાં સંક્રમણ અને અન્ય કારણોથી મોતને ભેટેલા અનેક મૃતકોની અસ્થિઓકબાટમાં  ઉભરાવા લાગી રહ્યા છે . ત્યારે  આવી અસ્થિઓનું  હજુ સુધી વિસર્જન નથી થઈ શક્યું

જો રાજકોટની વાત કરીએ તો સરગમ ક્બલ સંચાલિત રામનાથપરા સ્માશાન ગૃહમાં છેલ્લા 4 મહિનાથી 500 જેટલા અસ્થિઓ વિસર્જનની રાહ જોઈ રહ્યાં છે. આ સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ પ્રતિદિન 40 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના સંક્રમિત થઈ જવાના ડરને કારણે પરિવારજનો મૃતકના અસ્થિ લેવા આવતા અચકાઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહ તરફથી 2020માં 4 હજાર જેટલા અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ અસ્થિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડૉક્ટરો પણ અનેક વખત કહી ચૂક્યાં છે કે, અગ્નિ સંસ્કાર બાદ કોરોના સંક્રમણ નથી ફેલાતું.કોરોનાના ડરના કારણે તેમના સ્વજનો આ અસ્થિઓ લેવા માટે પણ નથી આવી રહ્યાં.

.