Political/ અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ રાખવામાં આવશે કલ્યાણ સિંહ માર્ગ

અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણ સિંહ માર્ગ રાખવામાં આવશે. અયોધ્યાની સાથે સાથે લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં એક -એક રોડ પણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નામે હશે.

Top Stories India
1 228 અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ રાખવામાં આવશે કલ્યાણ સિંહ માર્ગ

અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણ સિંહ માર્ગ રાખવામાં આવશે. અયોધ્યાની સાથે સાથે લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં એક -એક રોડ પણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નામે હશે. આ માહિતી ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સોમવારે આપી હતી.

આ પણ વાંચો – New Delhi / દિલ્હીને પ્રદૂષણથી બચાવવા સ્મોગ ટાવર તૈયાર, CM કેજરીવાલ આજે કરશે ઉદ્ઘાંટન

યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર અતરૌલીમાં કરવામાં આવશે. તેમના નિધન પર ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણ સિંહ માર્ગ રાખવામાં આવશે. અયોધ્યાની સાથે સાથે લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં એક -એક રોડ પણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નામે હશે. કલ્યાણ સિંહનાં મૃત્યુ પછી, લખનઉ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા 2021, જે 23 ઓગસ્ટનાં રોજ યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા 29 ઓગસ્ટનાં રોજ યોજાશે. હવે લખનઉ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા 29 ઓગસ્ટે સવારે 11 થી બપોરે 12.30 અને બપોરે 3 થી 4.30 દરમિયાન બે શિફ્ટમાં યોજાશે. યુનિવર્સિટી કેમ્પસનાં ન્યૂ કોમર્સ બ્લોક અને પીજી બ્લોકને પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. પીએચડી પ્રવેશ પરીક્ષા માટે કુલ 1900 ઉમેદવારોએ નોંધણી કરાવી છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન સેના પંજશીર પ્રાંતને કબ્જે કરવાની તૈયારીમાં, થઇ રહી છે જબરદસ્ત અથડામણ

ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રીનાં પાર્થિવ દેહને આજે અલીગઢમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે પછી કલ્યાણ સિંહનાં નશ્વર શરીર પંચતત્વમાં ભળી જશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની અંતિમ યાત્રામાં પણ હાજરી આપશે અને તેમને અંતિમ વિદાય આપશે. રવિવારે કલ્યાણ સિંહનાં મૃતદેહને લખનઉથી અલીગઢ માટે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલા તેમના પાર્થિવ દેહને લખનઉનાં ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં પાર્ટીનાં કાર્યકરોએ રામભક્ત કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિત અન્ય ઘણા નેતાઓએ લખનઉમાં તેમના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.