ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022 નું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે. આ શેડ્યૂલ રમાયેલી મેચોની સંખ્યા, સ્ટેડિયમ ની સંખ્યા, તેમજ ફાઇનલ અને સેમિફાઇનલ વિશેની માહિતીઓ મળી શકશે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પહેલાથી જ ટૂર્નામેન્ટના 2022 સુપર 12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, નામિબિયા અને સ્કોટલેન્ડ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયા છે પરંતુ તેમને અન્ય ચાર ક્વોલિફાયર સામે સુપર 12 તબક્કામાં પ્રવેશ કરવો પડશે.
આ પણ વાંચો ;Wedding / રાજકુમાર રાવના રિસેપ્શનમાં પહોંચ્યા VIP ગેસ્ટ, દીપિકા જેવા લુકમાં જોવા મળી પત્રલેખા
ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022ના રોજ MCG ખાતે યોજાશે. સેમિફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે તેવી પણ શક્યતા છે.T20 વર્લ્ડ કપ 2022નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ ICC ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમિફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ 9નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે 10 નવેમ્બરે બીજી સેમિફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે.
T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચો રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચો યોજાશે
આ પણ વાંચો ;.Wedding / લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો