Covid-19/ 1 માર્ચથી વેક્સિનનાં બીજા ફેઝનો થશે પ્રારંભ, બિમાર અને વૃદ્ધને લાગશે વેક્સિન

કોરોના રસીકરણ અંગે ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. આ રસી 1 માર્ચથી દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામાં આવશે.

India
Electionn 13 1 માર્ચથી વેક્સિનનાં બીજા ફેઝનો થશે પ્રારંભ, બિમાર અને વૃદ્ધને લાગશે વેક્સિન

કોરોના રસીકરણ અંગે ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. આ રસી 1 માર્ચથી દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટનાં નિર્ણયો વિશે માહિતી આપતી વખતે આ જાહેરાત કરી છે.

Political / પુડ્ડુચેરીમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, દેશનાં વૃદ્ધ અને બિમાર લોકોને કોરોના વાયરસની રસી પૂરી પાડવા 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલો આ કામગીરીમાં ગોઠવી દેવામાં આવશે. જે લોકો 10 હજાર સરકારી કેન્દ્રોની મુલાકાત લઈને રસી લેશે તેઓને મફત રસી મળશે અને જેઓ ખાનગી હોસ્પિટલમાં પ્રવેશ મેળવશે તેમને ફી ભરવાની રહેશે. આરોગ્ય વિભાગ ફી અંગે 2-3 દિવસમાં જાહેરાત કરશે.

Political / 25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ વધવા માંડ્યો છે. સતત વધી રહેલા કોરોનો સંક્રમિતોની સંખ્યાએ સરાકરોની ચિંતાને વધારી દીધી છે. સાવચેતીનાં પગલારૂપે મહારાષ્ટ્ર અને કેરળમાં અનેક કડક પગલા લેવામાં આવ્યા છે. દરમિયાન, રસીકરણ કાર્ય પણ દેશમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, હમણાં કોવિડ-19 રસીનો પ્રથમ અને બીજો ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. વૃદ્ધો અને બિમાર લોકોને રસી આપવાની ઝુંબેશ દેશભરમાં 1 માર્ચથી શરૂ થશે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી કોરોના વાયરસનાં કેસોમાં વધુ ઘટાડો થશે. દેશભરમાં અત્યાર સુધીમાં 1.14 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ