Not Set/ સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો, શેરબજારમાં નરમાઈ

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 221.88 પોઇન્ટ એટલે કે  0.57 ટકાના ઘટાડા સાથે 38,875.26 ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 67 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 11,521.20 ના સ્તર પર ખુલ્યો. મોટા શેરોની વાત કરીએ તો, […]

Top Stories Business
stock 4 સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો, શેરબજારમાં નરમાઈ

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 221.88 પોઇન્ટ એટલે કે  0.57 ટકાના ઘટાડા સાથે 38,875.26 ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 67 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 11,521.20 ના સ્તર પર ખુલ્યો.

મોટા શેરોની વાત કરીએ તો, ઝી એન્ટરટેનમેન્ટ, ટીસીએસ, સ્પાઇસ જેટ અને પાવર ગ્રીડના શેર બુધવારે લીલા નિશાન પર ખુલ્યા હતા. તે જ સમયે, જ્યારે ઘટતા મોટા શેરની વાત કરીયે તો, તેમાં યસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, એક્સિસ બેંક, બ્રિટાનિયા, યુપીએલ અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે.

પ્રી-ઓપન દરમિયાન સેન્સેક્સમાં 14.27 અંક એટલે કે 0.04 ટકાનો ઉછાળો જોવાયો હતો, ત્યારબાદ સેન્સેક્સ 39,111.41 ની સપાટીએ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 22.20 પોઇન્ટ એટલે કે 0.19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ નિફ્ટી 11,566 ના સ્તર પર હતો.

રૂપિયો પણ  71.07 ના સ્તરે ખુલ્યો છે

ડોલર સામે રૂપિયો આજે 71.07 ના સ્તરે ખુલ્યો છે. તે જ સમયે, પાછલા કારોબારી દિવસે રૂપિયો ડોલર સામે 71.01 ની સપાટીએ બંધ રહ્યો હતો.

પાછલા કારોબારી દિવસે ઉછાળા પર બજાર ખુલ્યું હતું

શેરબજાર મંગળવારે વધારા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 172.22 અંક એટલે કે 0.44 ટકા વધીને 39,262.25 પર ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 39.40 પોઇન્ટ એટલે કે 0.34 ટકાના વધારા પછી 11,639.60 ના સ્તર પર ખુલ્યો છે.

મંગળવારે ફ્લેટ લેવલ પર બજાર બંધ હતું

ગત કારોબારના દિવસે શેરબજાર ફ્લેટ બંધ હતું. સેન્સેક્સ 7.11 અંક વધીને 39,097.14 ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 12 અંકના ઘટાડા પછી 11,588.20 ના સ્તરે બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.