શેરબજાર/ બજેટ પહેલા સેન્સેક્સ 660 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો,નિફટીમાં પણ વધારો

સોમવારે, દેશના સામાન્ય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા, સકારાત્મક વૈશ્વિક સંકેતોના સમર્થન સાથે બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું.

Top Stories India
શેરબજાર બજેટ પહેલા સેન્સેક્સ 660 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો,નિફટીમાં પણ વધારો

સોમવારે, દેશના સામાન્ય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા, સકારાત્મક વૈશ્વિક સંકેતોના સમર્થન સાથે બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ 663 પોઈન્ટના ઉછાળા સાથે 57,862 પર જ્યારે નિફ્ટી 199ના વધારા સાથે 17301.50 પર ખુલ્યો હતો. લગભગ 1736 શેર વધ્યા, 439 શેર ઘટ્યા અને 107 શેર યથાવત રહ્યા.

સારા બજેટની આશામાં સ્થાનિક શેરબજારે સોમવારે બમ્પર કારોબારની શરૂઆત કરી હતી. બજેટના એક દિવસ પહેલાના કારોબારમાં પ્રી-ઓપન સેશનમાં જ બજાર 2 ટકાથી વધુ ચઢી ગયું હતું. કારોબાર ખુલ્યા બાદ પણ બજારની મજબૂતી અકબંધ છે. આજે રજૂ કરવામાં આવી રહેલી આર્થિક સમીક્ષાના વધુ સારા ડેટા બજારનું મનોબળ વધારી શકે છે.

છેલ્લા બે સપ્તાહથી સ્થાનિક શેરબજારમાં વેચવાલીનું દબાણ વર્ચસ્વ ધરાવે છે. જોકે આ સપ્તાહ બજાર માટે સારું રહેવાની આશા છે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને આજે આર્થિક સમીક્ષા રજૂ થવા જઈ રહી છે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજારને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જો સરકાર બજારની અપેક્ષાઓ અનુસાર બજેટ લાવવામાં સફળ રહેશે તો આ સપ્તાહ ઉજ્જવળ રહી શકે છે.

સત્રની શરૂઆત પછી, બજારનો વિકાસ થોડો ઓછો થયો, પરંતુ તે પછી પણ, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં તેજી રહી. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના વધારા સાથે 58 હજાર પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 1.25 ટકા વધીને 17,300ની સપાટી વટાવી ગયો હતો.