ગુજરાત/ વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર પહોચ્યા, નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું કયું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ,

Top Stories Gujarat Surat
નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ

Surat News: આજનો દિવસ સુરતવાસીઓ અને દરેક ગુજરાતી માટે ખુબ જ મહત્ત્વનો સાબિત થશે. પ્રધાનમંત્રી મોદી આજે સુરતના મહેમાન બન્યા છે. સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન  કર્યું છે . વડાપ્રધાન હવે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. આ પછી તે વારાણસી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થયું. સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે.

PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાદમાં વડાપ્રધાન મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. પીએમ મોદી સુરત એરપોર્ટથી રોડ માર્ગે ડાયમંડ બુર્સ જઈ રહ્યા છે. રસ્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી 6 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે આ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. એક્સચેન્જમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે.

ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે. જેને જોતાં દુનિયાભરમાંતી સુરત આવતાં વેપારીઓની સંખ્યામાં ઉછાળો આવશે. અહીં દોઢ લાખ લોકોને રોજગારી મળશે. 35 એકર જમીનમાં તૈયાર કરાયેલું ડાયમંડ બુર્સ ઈમારતોનું સ્ટેટ ઓફ ધ આર્ટ નેટવર્ક છે. બુર્સના પરિસરમાં પ્રવેશતાં જ એક સ્માર્ટ સિટીમાં પ્રવેશ્યા હોવાનો અહેસાસ થશે. જ્યાં ટેક્નોલોજી અને આર્કિટેક્ચરનો અદભૂત સમન્વય કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર પહોચ્યા, નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું કયું ઉદ્ઘાટન


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ