Not Set/ સ્વામિનારાયણ મંદિરની શરમજનક ઘટના, સાંખ્યયોગીની બહેનો વચ્ચે થયો ઝગડો

સ્વામિનારાયણ મંદિર હમેશાં કોઈ ને કોઈ વિવાદ ને લઈને ઝળકતો રહે છે. સાધુ સંતોના અશ્લીલ વિડીયો હોય કે પછી મંદિર ની ચૂંટણી હોય કે અન્ય કોઈ, હાલમાં જ મોરારી બાપુના નિવેદન ઉપર પણ ઘણી બબાલ મચી હતી,   હવે સ્વામિનારાયણ સંપ્રદાયની યોગીની બહેનોના  અંદર અંદરના વિવાદ સામે  સામે આવી રહ્યાં  છે. સમાજમાં બહેનો ને ઉચ્ચતમ […]

Gujarat Others
kutch 1 સ્વામિનારાયણ મંદિરની શરમજનક ઘટના, સાંખ્યયોગીની બહેનો વચ્ચે થયો ઝગડો

સ્વામિનારાયણ મંદિર હમેશાં કોઈ ને કોઈ વિવાદ ને લઈને ઝળકતો રહે છે. સાધુ સંતોના અશ્લીલ વિડીયો હોય કે પછી મંદિર ની ચૂંટણી હોય કે અન્ય કોઈ, હાલમાં જ મોરારી બાપુના નિવેદન ઉપર પણ ઘણી બબાલ મચી હતી,   હવે સ્વામિનારાયણ સંપ્રદાયની યોગીની બહેનોના  અંદર અંદરના વિવાદ સામે  સામે આવી રહ્યાં  છે. સમાજમાં બહેનો ને ઉચ્ચતમ સંસ્કાર નું શિક્ષણના  પાઠ ભણાવતી યોગિની બહેનો જ મંદિરમાં અંદર અંદર  ઝગડતી જોવા મળી રહી છે. હવે તેના પરથી સમાજના હરિભક્તો તેમની વાતો માં થી  કેટલો બોધ પાઠ લેશે. તે પણ એક સવાલ છે.

કુત્ચ 2 સ્વામિનારાયણ મંદિરની શરમજનક ઘટના, સાંખ્યયોગીની બહેનો વચ્ચે થયો ઝગડો

કચ્છના રાપર સ્વામિનારાયણ મંદિર નો એક વિડીયો 3-4 દિવસથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોએ હરિભકોની અસ્થાને ઠેસ પહોચાડી છે. આ વિડિયોમાં સાંખ્ય યોગિની બહેનો વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ રહી છે અને સાથે એક યોગીની બહેન સિલાઈના મશીન સાથે  પોતાના પગે અસહ્ય પીડાને કારણે કણસતા નજરે ચઢે છે. જ્યારે અન્ય યોગિની બહેનો એકબીજા સાથે ઉગ્ર સવારે બોલાચાલી કરી રહી છે.  ત્યારે અન્ય એક યોગિની બહેન આખી ઘટનાને પોતાના મોબાઈલ માં રેકોર્ડ કરતાં દેખાઈ રહ્યા છે. વોટ્સએપની સાથે સાથે ફેસબુક પર પણ આ વિડીયો અપલોડ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

આ ઘટનાનાં વિડીયો સ્પષ્ટ દર્શાવે છેકે સાંખ્ય યોગિની બહેન વચ્ચે કોઈ કારણોને લઈને ઝગડો થઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત યોગિની બહેનના માઇનોર ફ્રેકચર થયું હોવાનું  જણાઈ જણાઈ આવ્યું છે તેમણે તેમણે સારવાર અર્થે ભુજ ની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.