આસામ/ બુરખાની જગ્યાએ જીન્સ પહેરીને આવેલી યુવતીને દુકાનદારે બહાર કાઢી મુકી અને પછી જે થયુ…

આસામનાં વિશ્વનાથ જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા એક યુવતી સાથે કથિત રીતે દુવ્યવહારનો મામલો સામે આવ્યો છે. સમાચાર મુજબ, એક શખ્સે યુવતીને ઘરની બહાર ફેંકી દીધી કારણ કે તેણીએ બુરખાને બદલે જીન્સ પહેર્યું હતું.

Ajab Gajab News
બુરખાની જગ્યાએ જીન્સ પહેર્યુ યુવતીએ

આસામનાં વિશ્વનાથ જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા એક યુવતી સાથે કથિત રીતે દુવ્યવહારનો મામલો સામે આવ્યો છે. સમાચાર મુજબ, એક શખ્સે યુવતીને ઘરની બહાર ફેંકી દીધી કારણ કે તેણીએ બુરખાને બદલે જીન્સ પહેર્યું હતું. બાદમાં જ્યારે યુવતીનાં પિતા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા ત્યારે તે શખ્સનાં દિકરાએ તેના પર કથિત રીતે મારપીટ કરી હતી.

આ પણ વાંચો – Covid-19 / હવે ચિંતા વિના પ્રવાસ કરી શકશો તમે, ઓસ્ટ્રેલિયાએ ભારતની સ્વદેશી કોરોના રસી Covaxin ને આપી મંજૂરી

આ ઘટના આસામનાં વિશ્વનાથ જિલ્લાનાં ચરિયાલીમાં એક મોબાઈલ ફોન એસેસરીઝ સ્ટોરમાં બની હતી. અહી યુવતી ઈયરફોન ખરીદવા ગઈ હતી. મહિલાને જોઈને દુકાનદાર ગુસ્સે થઈ ગયો હતો. દુકાનનાં માલિક નૂરૂલ અમીને માત્ર તેને સામાન આપવાની ના પાડી નહી, પરંતુ યુવતીનાં બુરખાને બદલે જીન્સ પહેરવા બદલ કથિત રીતે તેનું અપમાન પણ કર્યું હતું. યુવતીને ઘણુ ખરાબ કહીને તેની દુકાનમાંથી કાઢી મૂક્યો હતો. યુવતીએ આ અંગે મીડિયા સામે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે હું દુકાન પર પહોંચી ત્યારે તેનો માલિક ત્યાં હાજર હતો. તે એક વૃદ્ધ વ્યક્તિ છે. દુકાન માલિકે મારી સાથે ખરાબ વર્તન કર્યું. અપમાનિત કરી, મને ફરીથી ન આવવા કહ્યું. જે બાદ તેને દુકાનની બહાર કાઢી દેવામાં આવી હતી. વૃદ્ધાની દુકાન તેમના ઘરની અંદર છે. ઘટના સમયે તેના પરિવારનાં સભ્યો પણ ત્યાં હાજર હતા, પરંતુ કોઈએ તેના વર્તન સામે વાંધો ઉઠાવ્યો ન હતો. દુકાનદારે કહ્યું કે, જો હું જીન્સ પહેરીને તેમના ઘરે જાઉં છુ તો તેના પરિવારને અસર થશે કારણ કે તેમની વહુ બુરખો (હિજાબ) પહેરે છે. વૃદ્ધ દુકાનદારને ડર હતો કે જીન્સ જોઈને તેની વહુ પણ બગડી જશે અને તે પણ આ જોઇને જીન્સ પહેરવાનું શરૂ ન કરી દે.

આ પણ વાંચો – દાવો / લેખિકા તસ્લીમા નસરીનનું દાવો હિન્દુ ધર્મના સમર્થનમાં પોસ્ટ કરતાં FBએ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

આ સમગ્ર મામલો તે યુવતીને દુકાનમાંથી બહાર કાઢવા સુધી ન અટક્યો. દુકાનેથી પરત ફર્યા બાદ યુવતીએ તેના માતા-પિતાને સમગ્ર વાત કહી. જણાવ્યું કે, કેવી રીતે દુકાનદારે તેનું અપમાન કર્યું. તેને દુકાનની બહાર કાઢી મૂકી. આ પછી યુવતીનાં પિતા દુકાનદાર પાસે ફરિયાદ કરવા ગયા હતા. આ દરમિયાન વૃદ્ધનાં બે દિકરાઓએ છોકરીનાં પિતાને ખૂબ માર માર્યો હતો. તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને તેમને પણ બહાર કાઢી મુક્યા. આ પછી યુવતીનાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઇને વધુ તપાસ હાથ ધરી છે.