તાલિબાન/ અફધાનિસ્તાનની સ્થિતિ અમારા નિયંત્રણમાંથી બહાર : પાકિસ્તાન

તાલિબાનોએ પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા છે અને અફઘાનિસ્તાનના 85 ટકા ક્ષેત્ર પર નિયંત્રણનો દાવો કર્યો છે.

World
taliban અફધાનિસ્તાનની સ્થિતિ અમારા નિયંત્રણમાંથી બહાર : પાકિસ્તાન

અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધની સંભાવના વ્યક્ત કરતા પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) ડો.મૌદ યુસુફે કહ્યું છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ છે અને પાકિસ્તાનના નિયંત્રણ બહાર છે.યુસુફે પાકિસ્તાની સેનેટની વિદેશી બાબતોની સમિતિ સમક્ષ બ્રીફિંગ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી પણ હાજર હતા.  યુએસના બિડેન વહીવટીતંત્રએ આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે અમેરિકન સૈન્ય ઓગસ્ટના અંત સુધીમાં અફઘાનિસ્તાનથી પાછા ફરશે.

આ દરમિયાન, તાલિબાનોએ પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા છે અને અફઘાનિસ્તાનના 85 ટકા ક્ષેત્ર પર નિયંત્રણનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના અગ્રણી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સૈન્ય અને તેની ગુપ્તચર એજન્સીઓ તાલિબાનીઓને ટેકો આપશે નહીં ત્યાં સુધી અશરફ ગની સરકાર સાથે વાતચીત કરશે નહીં.

તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિ બાઇડેન જાહેરાત કરી છે કે લગભગ વીસ વર્ષથી ચાલી રહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી 31 ઓગસ્ટે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે અમેરિકા ‘રાષ્ટ્ર નિર્માણ’ માટે યુદ્ધગ્રસ્ત દેશમાં ગયો નથી.