PM Visit/ SPGએ VIP લિસ્ટમાં આદિત્ય ઠાકરેનું નામ ન હોવાથી કારમાંથી ઉતરવાનું કહેતા, બાદમાં CM ઉદ્વવે જે કર્યું…..

PM મોદી પહેલા પૂણે ગયા હતા, જ્યાં તેમણે સંત તુકારામને નમન કર્યા હતા. તેમણે કહ્યું કે હિંદુત્વના વિચારક વીર સાવરકરે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલમાં રહીને સંત તુકારામના અભંગ (ભગવાન વિઠ્ઠલની સ્તુતિમાં ભક્તિ શ્લોક) ગાયા હતા

Top Stories India
9 16 SPGએ VIP લિસ્ટમાં આદિત્ય ઠાકરેનું નામ ન હોવાથી કારમાંથી ઉતરવાનું કહેતા, બાદમાં CM ઉદ્વવે જે કર્યું.....

PM નરેન્દ્ર મોદી મંગળવારે મહારાષ્ટ્રના એક દિવસના  પ્રવાસ પર હતા ત્યારે તેમની  સુરક્ષા કરી રહેલા એસપીજીએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેને સીએમ ઉદ્ધવ ઠાકરેની કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું જેના લીધે હોબાળો મચી જવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ દાવો કર્યો છે કે આદિત્ય ઠાકરેનું નામ PM મોદીનું સ્વાગત કરવાના VIPની યાદીમાં નથી.

વિડીયો વાયરલ / કોંગ્રેસ સાંસદે દિલ્હી પોલીસ પર સાધ્યું નિશાન, વીડિયો શેર કરીને ઉઠાવ્યા સવાલ

પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીંથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) જવાનું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે SPGથી નારાજ દેખાયા હતા અને SPG સાથે આદિત્ય ઠાકરે માટે દલીલ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ એસપીજીને કહ્યું કે આદિત્ય ઠાકરે માત્ર તેમના પુત્ર જ નહીં પરંતુ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પણ છે અને સત્તાવાર પ્રોટોકોલ અનુસાર તેઓ પીએમ મોદીને રિસીવ કરી શકે છે. સીએમ ઉદ્ધવ ઠાકરેની ભારે નારાજગી બાદ એસપીજીએ આદિત્ય ઠાકરેને પીએમ મોદીનું સ્વાગત કરવાની મંજૂરી આપી હતી.

Sidhu Musewala Murder / ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ માટે મંજૂરી, તમામ રૂટની વીડિયોગ્રાફી કરાશે

PM મોદી પહેલા પૂણે ગયા હતા, જ્યાં તેમણે સંત તુકારામને નમન કર્યા હતા. તેમણે કહ્યું કે હિંદુત્વના વિચારક વીર સાવરકરે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલમાં રહીને સંત તુકારામના અભંગ (ભગવાન વિઠ્ઠલની સ્તુતિમાં ભક્તિ શ્લોક) ગાયા હતા. ભક્તિ ચળવળના પ્રતિષ્ઠિત સંત તુકારામની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજ જેવા “રાષ્ટ્રીય નાયક”ના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ પ્રકારના રાજસ્થાની પથ્થરથી બનેલું, શિલા મંદિર એ પથ્થરના સ્લેબને સમર્પિત મંદિર છે, જેના પર સંત તુકારામે 13 દિવસ સુધી ધ્યાન કર્યું હતું. પંઢરપુરની તેમની તીર્થયાત્રા શરૂ કરતા પહેલા વારકારીઓ શિલા મંદિરમાં પ્રાર્થના કરે છે. શીલ મંદિર પાસેના મંદિરમાં સંત તુકારામની નવી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

BCCI / IPL મીડિયા રાઈટ્સથી માલંમાલ થયું BCCI, 48390 કરોડની કરી કમાણી