Accident/ ઋષભ પંતના અકસ્માતનો તમામ સારવાર ખર્ચ આ રાજ્ય સરકાર ઉઠાવશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત,જાણો

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો છે. તે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો

Top Stories India
Treatment costs

Treatment costs:   ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો છે. તે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન તેમની કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. પંતને કપાળ અને પગમાં વધુ ઈજાઓ છે. બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે ઉત્તરાખંડ સરકાર ઋષભ પંતની સારવારનો તમામ ખર્ચ ઉઠાવશે. સીએમ ધામીના જણાવ્યા અનુસાર પંતને જરૂરીયાત મુજબ તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની મદદ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આગળ આવ્યા છે. તેમણે પંતની સારવાર માટે શક્ય તમામ મદદ (Treatment costs) કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે, જો જરૂર પડશે તો તેમને એરલિફ્ટ કરવામાં આવશે. તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રિષભ પંતની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.ઋષભ પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે રૂરકીના હમ્માદપુર ઝાલમાં પહોંચ્યો હતો અને ત્યાં તેની કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન પંતના કપાળ અને પગમાં વધુ ઈજા થઈ હતી. હાલ પંતની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

બાંગ્લાદેશ તરફથી ટેસ્ટ સિરીઝ રમીને પરત ફરેલ રિષભ પંત આ દિવસોમાં બ્રેક પર છે. થોડા દિવસો પહેલા તે ક્રિસમસની ઉજવણી કરવા દુબઈ ગયો હતો. જ્યાં તેણે એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે પંતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની કારને રૂરકીમાં અકસ્માત નડ્યો હતો. મહત્વની વાત એ છે કે તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો અને એકલો હતો. તેના અકસ્માતનું કારણ સામે આવ્યું છે. પંતે કહ્યું કે તેને નિદ્રા આવી અને તેના કારણે સંતુલન બગડ્યું. કાર રેલ સાથે અથડાઈ હતી. કારનો કાચ તોડીને પંત બહાર આવ્યો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પંતને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.