Political/ જે નિવેદન કંગનાએ આપ્યું જો આવુ કોઇ મુસ્લિમે આપ્યું હોત તો તે દેશદ્રોહી બની ગયો હોત : ઓવૈસી

કંગનાનાં નિવેદન પર દેશભરમાં જાણે વિરોધનું વંટોળ શરૂ થઇ ગયુ છે. આ અંગે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ (AIMIM)નાં ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ સામે આવ્યા છે અને કંગનાનાં આ નિવેદન પર નિશાન સાંધ્યુ છે.

Top Stories India
ઓવૈસી અને કંગના

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનું રાજકારણ તેજ બની રહ્યુ છે. જો કે તાજેતરમાં ચર્ચાનો વિષય કંગના રનૌત બની છે. જેણે એક ન્યૂઝ ચેનલનાં એક કાર્યક્રમમાં દેશની આઝાદીને ભીખમાં મળેલી ગણાવી હતી. હવે તેના આ નિવેદન પર દેશભરમાં જાણે વિરોધનું વંટોળ શરૂ થઇ ગયુ છે. આ અંગે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ (AIMIM)નાં ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ સામે આવ્યા છે અને કંગનાનાં આ નિવેદન પર નિશાન સાંધ્યુ છે.

આ પણ વાંચો – નિમણૂંક / બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગાંધીનગર IITના ડાયરેકટર સુધીર જૈનની નિમણૂંક

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે દેશની આઝાદી પર નિવેદન આપીને દેશભરમાં હંગામો મચાવ્યો છે. તેણે 1947માં મળેલી આઝાદીને ભીખ માંગીને લીધેલી ગણાવી હતી. જે બાદ AIMIMનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેને મુસ્લિમો સાથે જોડતા કહ્યું કે, જો કોઈ મુસ્લિમે આવું કહ્યું હોત તો ઉત્તર પ્રદેશ પોલીસે ગોળી મારી દીધી હોત. અલીગઢમાં ‘શોષિત વંચિત સમાજ સંમેલન’ને સંબોધિત કરતી વખતે તેમણે આ કહ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, આ અંગે અસદુદ્દીન ઓવૈસીએ હવે ભાજપ પર પ્રહાર કર્યો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘હું વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશનાં  મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે દેશ 1947માં આઝાદ થયો હતો કે 2014માં?’ ઓવૈસીએ કહ્યું, ‘જો કોઈ મુસ્લિમે કંગના જેવું નિવેદન આપ્યું હોત તો તેમણે તેને ગોળી મારી દીધી હોત. હવે મોદી-યોગી કંગનાનાં નિવેદનને દેશદ્રોહ ગણશે? મુસ્લિમોને એક થવાનું આહ્વાન કરતાં ઓવૈસીએ કહ્યું, “હિંદુ વોટ ભાજપનો બની ગયો છે. તેમના માટે મુસ્લિમ મતનું કોઈ મૂલ્ય નથી. યુપીનાં અલીગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે, જો કોઈ મુસ્લિમ સમુદાયમાંથી કોઇએ આવું કહ્યું હોત તો દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હોત. તેમણે કહ્યું- હદ તો તે થઇ ગઇ છે કે એક મોહતરમાને આપણો સર્વોત્તમ નાગરિક ઓવોર્ડ આપવામા આવ્યો છે. તે  મોહતરમા એક ટીવી ઈન્ટરવ્યુમાં કહે છે કે દેશને 2014માં આઝાદી મળી હતી. જો તે મુસ્લિમ હોત તો અત્યાર સુધીમાં તેના પર UAPA લગાવી દેવામાં આવ્યો હતો. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, મુસ્લિમ યુવકને જેલમાં નાખતા પહેલા તેને પોલીસ સ્ટેશન લઈ જઈને ઘૂંટણ નીચે ગોળી મારવામાં આવી હોત અને બોલતા કે તમે દેશદ્રોહ કર્યો. પણ તે તો રાણી છે, તમે મહારાજા છો, કોઈ કશું કહેતું નથી.”

આ પણ વાંચો – સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીનો 946મો બર્થ ડે /  પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા

ઓવાસીએ ગૃહમંત્રી શાહ પર પણ નિશાન સાધ્યું હતુ અને કહ્યુ કે, ‘અમિત શાહ મુસ્લિમોનું નામ લીધા વિના સૂઈ શકતા નથી. જો અમિત શાહ આઝમ ખાનને યાદ કરે છે તો તેમને કાસગંજનાં અલ્તાફ કેમ યાદ નથી આવતા? જો તેઓ હિન્દુ હોત તો યોગી આદિત્યનાથ તુરંત જ પહોંચી ગયા હોત. ઓવૈસીએ કહ્યું, હું ભારતનાં બંધારણની લોકશાહીમાં વિશ્વાસ કરું છું. પરંતુ મુસ્લિમોનાં મતનું કોઈ મૂલ્ય નથી, જો એવું હોત તો અમિત શાહે મુસ્લિમો પર ટિપ્પણી ન કરી હોત. આઝમ ખાન જેલમાં નથી.