Viral Video/ છોકરીએ સાડી પહેરીને કર્યો એવો સ્ટન્ટ, કમ્ફર્ટ કપડામાં કરવું પણ છે મુશ્કેલ

સોશિયલ મીડિયામાં રોજ અલગ-અલગ વીડિયો વાયરલ થતો હોય છે. ઘણા એવા પણ વીડિયો હોય છે જેને જોઇને તમને તમારી આંખો પર ભરોસો નહી થાય.

Videos
mmata 40 છોકરીએ સાડી પહેરીને કર્યો એવો સ્ટન્ટ, કમ્ફર્ટ કપડામાં કરવું પણ છે મુશ્કેલ

સોશિયલ મીડિયામાં રોજ અલગ-અલગ વીડિયો વાયરલ થતો હોય છે. ઘણા એવા પણ વીડિયો હોય છે જેને જોઇને તમને તમારી આંખો પર ભરોસો નહી થાય. હાલમાં આવો જ એક વાડિયો વાયરલ થયો છે, જેમા સાડી પહેરીને સ્ટન્ટ કરતો એક છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ડાન્સર રુક્મણી વિજયકુમારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે સ્પ્લિટ્સ અને બેકફ્લિપને ખૂબ જ આસાનીથી બતાવી છે.

Viral Video / રસીનો બીજો ડોઝ લીધા બાદ સરદારજી બરફ પર કરવા લાગ્યા ભાંગડા, જુઓ વીડિયો

આ સ્ટંટ તેણે સાડી પહેરીને કર્યો હતો, જેના કારણે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક તરફ જ્યાં છોકરીઓને સાડી પહેરવામાં ચાલવામાં તકલીફ પડતી હોય છે, ત્યા બીજી તરફ ડાંસરે સાડી પહેરીને જોરદાર ડાંસ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે તેણે એક એએવો સ્ટન્ટ આસાનીથી કરી બતાવ્યો છે જેને કમ્ફર્ટ કપડામાં કરવું પણ મુશ્કેલ છે. જે તેણે સાડી પહેરીને કરી બતાવ્યું છે.

Instagram will load in the frontend.

વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘અમે સાડી પહેરીને આ કામ કરી શકીએ છીએ’. તેમણે એમ પણ લખ્યું છે કે, “મેં ગત વર્ષે વિશ્વ યોગ દિવસ પર જે દ્રશ્યો પોસ્ટ કર્યા હતા તે આ પાછળનાં દ્રશ્યો છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ