Not Set/ ”શ્રીમદ્ દેવી ભાગવતના કીર્તનથી આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે

શ્રીમદ્ દેવી ભાગવતનું કથા- કીર્તન જે ઘરમાં નિયમિત રીતે થાય છે ત્યાં દેવી ભગવતીનો સદાય કૃપા બની રહે છે. જ્યાં હંમેશા પૂજા થાય છે એ ઘર પવિત્ર તીર્થભૂમિ બને છે.  ધનધાન્યથી સમૃદ્ધ બને છે. આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે. સંતાન પ્રાપ્ત થાય છે . દીર્ધાયુ મળે છે. દેવી ભાગવતનું માહાત્મય :- પુરાણ પુરુષ શ્રેષ્ઠ […]

Uncategorized
bhatavar 1 ''શ્રીમદ્ દેવી ભાગવતના કીર્તનથી આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે

શ્રીમદ્ દેવી ભાગવતનું કથા- કીર્તન જે ઘરમાં નિયમિત રીતે થાય છે ત્યાં દેવી ભગવતીનો સદાય કૃપા બની રહે છે. જ્યાં હંમેશા પૂજા થાય છે એ ઘર પવિત્ર તીર્થભૂમિ બને છે.  ધનધાન્યથી સમૃદ્ધ બને છે. આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે. સંતાન પ્રાપ્ત થાય છે . દીર્ધાયુ મળે છે.

Image result for devi bhagvat"

દેવી ભાગવતનું માહાત્મય :-

પુરાણ પુરુષ શ્રેષ્ઠ મહર્ષિ વેદવ્યાસજીએ વેદોના ચાર ભાગ કર્યા. અને પોતાના શિષ્યોને આ વેદોની ઋચાઓ કંઠસ્થ કરાવી. વેદવ્યાસે ૧૮ પુરાણોની રચના કરી. તેમણે ભક્તિ- મુક્તિ ફલદાયક શ્રીમદ્ દેવી ભાગવતની પણ રચના કરી. પોતે વક્તા બની રાજા જનમેજયને આ કથા સંભળાવી.

જે મનુષ્ય શ્રદ્ધા- ભક્તિ સાથે દેવીની આ ભાગવત કથાનું શ્રવણ કરે છે. તેને રિદ્ધિ- સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કળિયુગમાં આ ગ્રંથના શ્રવણનું તાત્કાલિક ફળ મળે છે.

મનુષ્યના મનમાં ઇચ્છા જાગે તે દિવસથી આ દેવી ભાગવત વાંચવાનું કરી શકે છે. શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ, કીર્તન, મનનથી સાંસારિક સુખ પ્રાપ્તિ થાય છે અને આધ્યાત્મ માર્ગે પ્રગતિ થાય છે.

આસો, ચૈત્ર, વૈશાખ અને જેઠ એમ ચાર મહિનામાં આવતા નવરાત્રીના પર્વ દરમિયાન આ કથાનું વચન- શ્રવણ સુખશાન્તિનો અનુભવ કરાવે છે. આ કથા નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તે ”નવાહ્ન યજ્ઞા” કહેવાય છે.

તેનાથી અનન્ય ફળ મળે છે. આધિ-વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે. સુખ, સંપત્તિ અને સંતતિ આપનારી, ઘરને પવિત્ર કરનારી, વિદ્વતા- તેજમાં વધારો કરનારી ધન- ધાન્યથી સમૃદ્ધ બનાવનારી અને અધ્યાત્મ માર્ગ સુલભ બનાવનારી છે.

માહાત્મ્યકથાઓ : (૧) શ્રીકૃષ્ણને રયમન્તક મણિની પ્રાપ્તિ તથા જાંબવતી સાથે લગ્ન :-

દ્રારિકામાં રહેતા ”સત્રાજિત” ઉપર સૂર્યનારાયણે પ્રસન્ન થઈ ”સ્યમન્તક” મણિ આપ્યો. આ મણિ સમૃદ્ધિ- ઐશ્વર્યમાં વધારો કરનાર હતો. દરરોજ આઠભાર સોનું આપતો.’સત્રાજિત’ની સમૃદ્ધિ વધતી ગઈ.

એક દિવસ તેનો નાનો ભાઈ ”પ્રસેન” સત્રાજિતની ગેરહાજરીમાં સ્યમન્કમણિ ગળામાં પહેરી જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં સિંહે તેને ફાડી ખાધો. સિંહના દાંતમાં પેલો મણિ ભરાઈ ગયો. આ સિંહ નજીકની એક ગુફામાં ગયો.

ગુફામાં રહેનાર જાંબુવન નામના એક રીંછ જેવા માણસે પેલા સિંહને મારી નાખ્યો. સિંહના મુખમાંથી પડી ગયેલા મણિથી ગુફામાં તેજતેજ થઈ ગયું. જાંબુવનનાં બાળકો તેને રમકડું ગણી રમવા લાગ્યાં.

સત્રાજિતને ઘરમાં સ્યમન્તક મણિ ન મળ્યો. તેથી તેણે શ્રીકૃષ્ણ ઉપર ખોટો આરોપ મૂક્યો. પોતાના ઉપરનો આરોપ દૂર કરવા ને મણિને શોધવા શ્રીકૃષ્ણ જંગલમાં ગયા.

પેલા પ્રસેનને મરેલો જોયો. દૂર સિંહને મરેલો જોયો. નજીક એક ગુફા જોઈ. કદાચ મણિ ગુફામાં હોય. તેથી શ્રીકૃષ્ણ ગુફામાં ગયા. ત્યાં બાળકો મણિ સાથે રમતાં હતાં.

એજ વખતે જાંબુવન ઓચિંતો આવ્યો ને કૃષ્ણની સાથે લડવા લાગ્યો. આ લડાઈ સત્તાવીસ દિવસ ચાલી. ત્યારબાદ જાંબુવનને થયું કે આતો શ્રીકૃષ્ણ પરમાત્મા પોતે જ છે તેથી તે નમી પડયો ને સ્યમન્તક મણિ આપી પોતાની સુંદર પુત્રી જાંબુવતી પરણાવી.

હવે દ્વારકામાં પણ ચિંતા થવા લાગી કે શ્રીકૃષ્ણનું શું થયું હશે ? ત્યારે મહર્ષિ ગર્ગે કહ્યુંકે, શ્રીમદદેવી ભાગવતનું અનુષ્ઠાન કરાવો. દેવર્ષિ નારદજીએ નવદિવસ દેવીભાગવતની કથા કરીને જે દિવસે શ્રીકૃષ્ણ મણિ અને જાંબુવતીને લઈને દ્વારિકા આવ્યા ત્યારે કથાની પૂર્ણાહુતિનો દિન હતો. આ પ્રસંગ દ્વારા શ્રીમદ્ દેવી ભાગવતનું માહાત્મ્ય રજૂ કર્યું છે. આ કથા વિઘ્નો દૂર કરે છે.

(૨) રાજા સુદ્યુમ્નની કથા :-
દેવી ભાગવતના અપ્રતીમ માહાત્મ્યની આ કથા છે. કાર્તિકેય સ્વામી મુનિશ્રેષ્ઠ ”અગત્સ્ય” સમક્ષ આ કથા કહી છે. ‘ઇલા’ નામની કન્યા શ્રી હરિની કૃપાથી ‘પુત્ર’ રૃપે બની ગઈ ને તેનું નામ પાડવામાં આવ્યું

”સુદ્યુમ્ન”.

પુરુષે એક દિવસ ”સુદ્યુમ્ન” એક વનપ્રદેશમાં પ્રવેશ્યો. આ વનપ્રદેશમાં કોઈ પુરુષે ન પ્રવેશવું અને જો પ્રવેશશે તો તે નારી બનેલ ”સુદ્યુમ્ન” પોતાની વિતકકથા કહીને ઉપાય બતાવવા વિનંતી કરી. ઋષિવશિષ્ઠે કૈલાસ ઉપર જઈ તપ કરી શિવજીને પ્રયત્ન કર્યાં ને ”સુદ્યુમ્ન” ઉપર કૃપા કરવા કહ્યું શિવજીએ કહ્યું, ”સુદ્યુમ્ન” એક મહિનો સ્ત્રી એક મહિનો પુરુષ રહેશે. ”વસિષ્ઠને સંતોષ ન થયો.

તેમણે ઉમિયામાતાને પ્રસન્ન કરી બધી વાત કરી. ઉમિયામાતાએ કહ્યું,” તમે સુદ્યુમ્ન પાસે શ્રીમદ દેવી ભાગવત કથા કરાવડાવો. અંબિકા યજ્ઞા કરાવડાવો. નવ દિવસના કથા અનુષ્ઠાનથી તે નારીમાંથી કાયમ માટે તે ‘પુરુષ’ બની રહેશે.

સુદ્યુમ્ને એક ચિત્તે કથાશ્રવણ કર્યું ને હંમેશ માટે તે પુરુષ બની ગયો. દેવીની આરાધનાને લીધે તે નરસ્વરૃપ પામ્યો. આ સુદ્યુમ્ન મા દુર્ગાનો અનન્ય ભક્ત બની ગયો. મા ભગવતીનો કૃપા પ્રસાદ પામી સુખ પામી સુરધામ ગયો.

(૩) કાર્તિકેય રેવતી નક્ષત્રની કથા કહે છે :-
કાર્તિકેય બોલ્યા કે હે અગસ્ત્યજી ! મુનિ પોતાના તપોબળથી આકાશના નક્ષત્રમંડળમાં રેવતીને પ્રવેશ અપાવ્યો. રેવતીનક્ષત્રને નક્ષત્રમંડળમાં સ્થાન અપાવ્યું. પછી મુનિએ રેવતીનો લગ્નાદિસંસ્કાર રાજા દુર્દમ સાથે કરાવ્યો. કન્યાદાન કરાવ્યા પછી મુનિ બોલ્યા કે,’ હે રાજન !  તમે ઇચ્છા પ્રમાણે વરદાન માગો. રાજાએ કહ્યું,”આપની કૃપા અમારે ત્યાં મન્વંતરના અધિષ્ઠાતા થાય તેવો પુત્ર થાઓ.”
મુનિએ કહ્યું, ” મા જગદંબાની આરાધના કરી પાંચ વખત તમે દેવી ભાગવત સાંભળો.”

લોમેશમુનિએ દેવી ભાગવતની કથા પાંચ વખત સંભળાવી. પછી યજ્ઞ કરવામાં આવ્યો. દાનદક્ષિણા, બ્રહ્મભોજન વગેરે સત્કાર્ય પણ થયાં, મા જગદંબાની કૃપા ઉતરતાં ‘રેવતી’ નામે પુત્ર થયો. તે ‘રૈવત’ નામથી જાણીતો થયો.

જે ઘરમાં રોજ શ્રીમદ્ દેવી ભાગવતનું કથા- કીર્તન થાય છે. પૂજા થાય છે એ ઘર પવિત્ર તીર્થભૂમિ બને છે.  ધનધાન્યથી સમૃદ્ધ બને છે. આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે. સંતાન પ્રાપ્ત થાય છે . દીર્ધાયુ મળે છે.

સત્- ચિત્ર- આનંદ સ્વરૃપ. ભક્તિ- મુક્તિ દાતા મા જગદંબા સ્વયં દેવીભાગવતમાં બિરાજમાન છે. દેવી ભાગવત જગદંબાની મંગલમૂર્તિ છે. દરેકનું શ્રેય થાય છે.

Image result for devi bhagvat"

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.