સુનાવણી/ સુપ્રીમ કોર્ટે લખીમપુર હિંસાની લીધી નોંધ, કાલે કરશે આ મામલે સુનાવણી

સુપ્રીમ કોર્ટે લખીમપુર હિંસા અંગે જાતે જ નોંધ લીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે

Top Stories

સુપ્રીમ કોર્ટે લખીમપુર હિંસા અંગે જાતે જ નોંધ લીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.  ઉલ્લેખનીય છે કે રવિવારે થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 9 લોકોના મોત થયા હતા.

ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ તેમને વાહન સાથે કચડી નાખ્યા હતા, જ્યારે મંત્રી અને તેમના પુત્રનો દાવો છે કે તે સ્થળ પર હાજર ન હતા. ત્યારે નારાજ ખેડૂતોએ તોડફોડ અને આગ ચાંપી હતી. કેન્દ્રીય મંત્રીના ડ્રાઈવર સિવાય ભાજપના 3 કાર્યકરોને માર મારવામાં આવ્યા હતા. કવરેજ દરમિયાન ઘાયલ થયેલા એક પત્રકારનું પણ બીજા દિવસે મૃત્યુ થયું.

ખેડૂતોએ આપેલી ફરિયાદના આધારે યુપી પોલીસે કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે, જ્યારે ઘટનાસ્થળેથી ભાગીને પોતાનો જીવ બચાવનાર ભાજપના નેતા સુમિતે પણ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.