ભાવનગર/ જાહેરમાં કચરો નાખનારા લોકો સામે તંત્રની લાલ આંખ, મનપાએ વસૂલ્યો હજારોનો દંડ

ભાવનગરને સ્વચ્છ કરવા માટે મહાનગર પાલિકાના કમિશનર દ્વારા જે જુમબેશ હાથ ધરવા માં આવી છે જેને લઈને શહેરમાં કચરો જાહેરમાં નાખતા અને ગંદગી ફેલાવતા લોકો વિરુદ્ધ માં લાલા આંખ કરી 83700 જેટલો દંડ વસુલ્યો છે.

Gujarat Others
કચરો

ભાવનગર મહાનગર દ્વારા ભાવનગરને સ્વચ્છ બનાવવા માટે કડક પગલાઓ લેવામાં આવ્યા છે. જાહેર જગ્યા પર કચરો નાખતા 300 જેટલા લોકો પાસેથી મનપા દ્વાર 83 હજારથી વધુનો દંડ વસૂલ કર્યો છે. થોડા દિવસો પહેલા સફાઇકામદારોના વિસ્તારમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. પહેલા ભાવનગરમાં જાહેર સ્થળો પર, રોડ રસ્તા પર મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળતી હતી. પરંતુ મનપા દ્વારા સ્વચ્છને લઇને લેવામાં આવેલા પગલાના લીધે, આજે ભાવનગરમાં સ્છચ્છ જોવા મળી રહ્યું છે. અને લોકોમાં પણ સ્વચ્છતાને લઇને જાગૃતી જોવા મળે છે.

Untitled 34 જાહેરમાં કચરો નાખનારા લોકો સામે તંત્રની લાલ આંખ, મનપાએ વસૂલ્યો હજારોનો દંડ

ભાવનગર શહેરમાં છેલ્લા એક મહિના  દિવસથી કમિશનરે સફાઈને લઈને રાઉન્ડ શરૂ કર્યા છે. શહેરમાં થતી સફાઈને પગલે કમિશનરે દરેક કામદારોને તેના વિસ્તારમાં વધારો કરી દીધો છે. ભાવનગર શહેરમાં ઠેર કચરાના ઢગલા હોય છે પરંતુ કમિશનરે લીધેલા રાઉન્ડને પગલે ભાવનગર માં સફાઈ ને લઈને હવે કામગીરી દેખાય છે ત્યારે શહેરમાં એક તરફ ઘણા લોકો સ્વચ્છતા રાખવા જાગૃત બન્યા છે.

Untitled 35 1 જાહેરમાં કચરો નાખનારા લોકો સામે તંત્રની લાલ આંખ, મનપાએ વસૂલ્યો હજારોનો દંડ

 ત્યારે અમુક લોકો જાહેરમાં કચરો નાખી ને ગંદગી ફેલાવતા હોય છે ત્યારે ભાવનગર મનપા કમિશ્નર એન.વી. ઉપાધ્યાય ડેપ્યુટી કમિશ્નર એમ.આર. બ્રહ્મભટ્ટ તેમજ ના સોલીડવેસ્ટ વિભાગ ના અધિકારી સંજય હરિયાણી સંયુક્ત રીતે ચેકીંગ દરમિયાન જાહેરમાં કચરો ફેકનાર અને ગંદગી ફેલાવનાર આસામીઓ ને દંડ ફટકારી 83700 ની વસુલાત કરી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છેકે જ્યારે અધિકારી ભાવનગરવને સ્વચ્છ રાખવા મહેનત કરી રહિયા છે ત્યારે જનતા એ પણ પોતાના વિસ્તરમાં સ્વચ્છ તા રાખવી જરૂરી છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 164 આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન

આ પણ વાંચો:ટેક્સટાઇલ વેપારીઓની મુશ્કેલી વધી, 55 કિ.થી વધુના પાર્સલને ન ઉઠાવવાનો નિર્ણય

આ પણ વાંચો:જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું….