Cricket/ ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

Sports
Mantavya 2 ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. યુસુફ પઠાણે તેની કારકિર્દીમાં 57 વનડે અને 22 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

Cricket / અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું

આ સિવાય યુસુફે આઈપીએલમાં 174 મેચ રમી હતી. યુસુફ પઠાણે 2007 ની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ડેબ્યૂ મેચમાં ટીમ વર્લ્ડ ચેમ્પિયન પણ બની હતી. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર હતુ જ્યારે કોઈ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆત કરી હોય અને ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હોય.

Cricket / અમદાવાદની પિચને લઇને આ શું બોલી ગયા યુવરાજ સિંહ?

Mantavya 3 ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

નિવૃત્તિ લેતી વખતે યુસુફ પઠાણે લખ્યું કે, ‘હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમ, કોચ અને સમગ્ર દેશનો દિલથી સમર્થન અને પ્રેમ આપવા માટે આભાર માનું છું. યુસુફે 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલમાં 37 બોલમાં સદી ફટકારી હતી. યુસુફ આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. આઇપીએલમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલનાં નામે છે. ક્રિસ ગેઈલે 30 બોલમાં સદી ફટકારી હતી. જણાવી દઈએ કે, યુસુફ આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન છે. આ કિસ્સામાં, બીજો નંબર મયંક અગ્રવાલનો છે, જેણે 2020 માં રાજસ્થાન સામે 45 બોલમાં સદી ફટકારી હતી.

Cricket / કોહલીએ ગુજરાતીમાં કર્યા અક્ષરનાં વખાણ, સાંભળી તમે પણ કહેશો વાહ ભાઈ વાહ!

બરોડાનાં આ ઓલરાઉન્ડરે 2012 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આઈપીએલમાં યુસુફનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડર યુસુફ પઠાણે મોટી ભૂમિકા નિભાવી હતી. યુસુફ પઠાણે વનડે કારકિર્દીમાં રમાયેલી 57 મેચની 41 ઇનિંગ્સમાં 27 ની સાધારણ એવરેજથી 810 રન બનાવ્યા હતા અને 33 વિકેટ લીધી હતી. વળી આ ઓલરાઉન્ડરે ટી-20 ફોર્મેટમાં સારુ પ્રદર્શન કર્યું હતું અને તેણે 22 મેચોની 18 ઈનિગ્સમાં 146.58 ની સ્ટ્રાઇક રેટથી 236 રન બનાવ્યા છે, જ્યારે બોલરમાં 13 વિકેટ પોતાના નામે કરી છે.  આઈપીએલમાં યુસુફ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી શાનદાર ટીમનો ભાગ રહ્યો હતો. યુસુફ પઠાણે આઈપીએલ 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી, જે ટૂર્નામેન્ટની અત્યાર સુધીની બીજી ઝડપી સદી પણ છે. યુસુફ વર્ષ 2019 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ