Crime/ લુખ્ખાગીરી બાદ હવે જુહાપુરામાં ભુમાફિયાનો ત્રાસ, કરોડોની જમીન પચાવી પાડવાની થઇ ફરિયાદ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ મેગાસિટી અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રમાં જેવી રીતે બદલાવ આવ્યો છે. તેના પાછળનું કારણ એ છે કે હવે અમદાવાદની આસપાસના ખેડૂતો પોતાની જમીનમાં ખેતી કરવાને બદલે તેનું વેચાણ કરી રહ્યાં છે અને પોતાના બાળકોનું ઉજવળ ભવિષ્ય થાય તે માટે થોડી જમાપૂંજી ભેગી કરી રહ્યા છે.કહેવામાં આવતું હતું કે પહેલા અમદાવાદની હદ્દ માત્ર કોટ […]

Ahmedabad Gujarat
3aa64ddbe06ae9a8de5ecbf00d4c211fc83a6987657f70cdc26fa6aac5e07baf લુખ્ખાગીરી બાદ હવે જુહાપુરામાં ભુમાફિયાનો ત્રાસ, કરોડોની જમીન પચાવી પાડવાની થઇ ફરિયાદ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ

મેગાસિટી અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રમાં જેવી રીતે બદલાવ આવ્યો છે. તેના પાછળનું કારણ એ છે કે હવે અમદાવાદની આસપાસના ખેડૂતો પોતાની જમીનમાં ખેતી કરવાને બદલે તેનું વેચાણ કરી રહ્યાં છે અને પોતાના બાળકોનું ઉજવળ ભવિષ્ય થાય તે માટે થોડી જમાપૂંજી ભેગી કરી રહ્યા છે.કહેવામાં આવતું હતું કે પહેલા અમદાવાદની હદ્દ માત્ર કોટ વિસ્તાર પૂરતી હતી. પરંતુ, છેલ્લા 20 વર્ષથી સતત મકાનો અને દુકાનોના નવા બાંધકામને લીધે શહેરની સીમાંકન રેખા વધતી જઈ રહી છે અને તેનો સીધો લાભ શહેરના બિલ્ડરોને મળી રહ્યો છે.

પોતાના ઘરની તિજોરી ભરવા માટે બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવાના માર્ગોને અપનાવતા થઇ ગયા છે. ખેડૂતની જગ્યા ઉપર ખોટી રીતે કબ્જો જમાવીને તેમની જગ્યાનું ખોટી રીતે દસ્તાવેજો બનાવીને તેમની જગ્યા હડપી લેવામાં આવી રહી છે.ઘણા ખેડૂતો પોતાની જગ્યા બચાવવા માટે કાનૂની લડાઈ પણ લડી રહ્યા છે. પરંતુ, કેટલાક ગરીબ અને અભણ ખેડતો જમીન બચાવવા માટે શું કરવું અને શું ન કરવું તે અસમંજસમાં રહીને આમતેમ વલખા મારી રહ્યા છે. સરકાર દ્વારા લેન્ડ ગ્રૅમ્બીન્ગ એક્ટ ની રચના પણ કરી છે છતાં આ કડક કાયદાના અંતર્ગત પણ પોલીસ દ્વારા ભૂ માફિયાની સામે સખ્તમાં સખ્ત સજા કરવામાં આવી રહી નથી જેના કારણે ખેડૂતોમાં પોલીસની કામગીરી ઉપર ઘણો રોષ આવી રહ્યો છે.

જો વાત કરવામાં આવે તો જુહાપુરામાં લુખ્ખાગીરીની સાથે હવે બહુ માફિયાનો આતંક પણ વધતો જઈ રહ્યો છે. જેમાં જુહાપુરામાં જમીન પચાવી પાડવાનો કિસ્સો સામને આવ્યો છે. જુહાપુરાના મુસ્તાક શેખ અને ઉસ્માન મારું નામના બે ઈસમોએ શકુંજી ઠાકોર નામના ખેડૂત સાથે ડીલ કરી હતી કે તેમની જુહાપુરાની 2800 વારની જમીન તેઓ ખરીદશે અને બંને વચ્ચે કરોડો રૂપિયાની ડીલ થયા બાદ આરોપીઓએ કેટલીક હદ્દ સુધીની રકમની ચુકવણી કરી હતી ત્યારબાદ આરોપીઓએ ખેડુતને અંધારામાં રાખીને તેમની પરવાનગી વિના તેમની જમીન ઉપર ખોટી રીતે કબ્જો જમાવીને તેમની જમીન ઉપર જુદા જુદા પ્લોટ બનાવીને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવ્યું હતું. ખેડતૂને આ અંગેની જાણ થતા તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બંને ઈસમોની સામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.