Not Set/ અમદાવાદ : ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

અમદાવાદ, સરકાર દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તે માટે નવા ટ્રાફિક નિયમો અમલમાં લાવી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ પણ અકસ્માતની ઘટનામાં ઘટાડો જોવા મળ્યો નથી. જેમ જેમ દિવસ જાય છે તેમ-તેમ અકસ્માતની ઘટના વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એક માતાને પોતાનો લાડકો દીકરો ગુમાવ્યો છે. મળતી […]

Ahmedabad Gujarat
apapmahi 2 અમદાવાદ : ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

અમદાવાદ,

સરકાર દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તે માટે નવા ટ્રાફિક નિયમો અમલમાં લાવી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ પણ અકસ્માતની ઘટનામાં ઘટાડો જોવા મળ્યો નથી. જેમ જેમ દિવસ જાય છે તેમ-તેમ અકસ્માતની ઘટના વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એક માતાને પોતાનો લાડકો દીકરો ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદથી ઝાલોદ જતી ST બસે વટવા GIDCથી નોકરી કરીને પરત ફરી રહેલા 21  વર્ષના બાઈક ચાલકને ગત  મોડી રાતે અડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ કિરણ  ઠાકોર તરીકે થઈ છે. આ 21 વર્ષનો બાઈક ચાલક તેની વિધવા માતાનો એક નો એક જ કમાનાર પુત્ર હતો. ઘટનાની જાણ થતાં માતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વિધવા માતાએ પોતાના લાડકા દીકરાને આ રીતે લોહીથી લતપત જોઈ વલોપાત ઠાલવતા ત્યાં  હાજર સૌ કોઈના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી.

જો કે આ ઘટનાની ખાસ વાત એ છે કે બસના ડ્રાઇવરે જ્યારે આ વાત જાણતા જ તેણે સરેન્ડર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.