Ahmedabad News/ આગામી 2 દિવસમાં ગરમીનો પારો વધશે, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે, રાજ્યમાં આગામી 2 દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઉચકાશે. રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : રાજ્યના હવામાન વિભાગે ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યવાસીઓએ ગરમી માટે રહેવું પડશે તૈયાર. આગામી 2 દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે. જોવાનું એ રહ્યુ કે, ગરમી વધશે કે પછી વાદળો વરસશે.

અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal Rainfall)ની આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી.

રાજ્યના હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમા મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી રહ્યું. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં પડશે માવઠું!

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહ તાપમાન ઘટશે

આ પણ વાંચો: હવામાનમાં ફેરબદલ; ભારે પવન ફૂંકાશે, કરા પડશે, બરફવર્ષા અને વરસાદની ચેતવણી