શિક્ષણ/ રાજ્યમાં આરટીઇ અંતર્ગત અરજી કરવાનો સમય પૂર્ણ,શિક્ષણ વિભાગને 1,81,108 અરજી મળી

શિક્ષણ વિભાગ દ્વારા 10 જુલાઇ સુધીમાં આવેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાંથી અધૂરી વિગત ધરાવતા ફોર્મ રદ કરવામાં આવશે.

Gujarat
rte 1 રાજ્યમાં આરટીઇ અંતર્ગત અરજી કરવાનો સમય પૂર્ણ,શિક્ષણ વિભાગને 1,81,108 અરજી મળી

રાજ્યમાં આરટીઇ અંતર્ગત અરજી કરવાનો સમય પુર્ણ આ વર્ષે 1,81,108 અરજી શિક્ષણ વિભાગને મળી

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તેવા હેતુસર રાજ્ય સરકારે 2009માં રાઇ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ અંતર્ગત શિક્ષણ માટેનો કાયદો અમલમાં મુક્યો હતો. આ વર્ષે શિક્ષણ વિભાગમાં આરટીઇ દ્ધારા ધોરણ એકમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા 1,81,108 વિદ્યાર્થિઓએ અરજી કરી છે. ગત વર્ષની વાત કરીએ તો કુલ 2,04,420 અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી, જેમાંથી 1,19,697 વિદ્યાર્થિઓને જ પ્રવેશ મળ્યો હતો. હવે આ વર્ષે કેટલા વિદ્યાર્થિઓ આરટીઇ હેઠળ અભ્યાસ કરી શકશે તે જોવાનું રહ્યુ.

10 જુલાઇ સુધીમાં ફોર્મની ચકાસણી થશે

ગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ મેળવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ અંતર્ગત 5 જુલાઇના રોજ અરજી માટેનો અંતિમ દિવસ હતો. આમ 5 જૂલાઇના રાત્રિના 12 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ધોરણ એકમાં મફત પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકતાં હતાં, પરંતુ હવે તે અરજીનો સમય પૂર્ણ થયો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા 10 જુલાઇ સુધીમાં આવેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાંથી અધૂરી વિગત ધરાવતા ફોર્મ રદ કરવામાં આવશે. 10 જુલાઇ સુધી વાલીઓ પણ ફોર્મ રદ કરાવી શકે છે.

rte 2 રાજ્યમાં આરટીઇ અંતર્ગત અરજી કરવાનો સમય પૂર્ણ,શિક્ષણ વિભાગને 1,81,108 અરજી મળીઅમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં વધુ, ડાંગ જીલ્લામાં ઓછી અરજી

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઇ છે. રાઇટ ટુ એજ્યુકેશન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 જેટલી અરજી શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ છે. જે રાજ્યમાં સૌથી વધુ અરજી ધરાવતું શહેર બન્યું છે. જ્યારે સૌથી ઓછી એટલે કે માત્ર 47 અરજી જ ડાંગ જિલ્લામાંથી આરટીઇ માટે કરવામાં આવી છે.

શહેર અને જીલ્લા પ્રમાણે અરજી

અમદાવાદ જિલ્લામાંથી 5106, જ્યારે અમદાવાદ શહેર 30,482, અરજી થઇ છે. અમરેલીમાંથી 3035, આણંદ 4573, અરવલ્લી 1236, બનાસકાંઠા 3382, ભરૂચ 3928, ભાવનગર 3558, ભાવનગર કોર્પોરેશન 3693, બોટાદ 2181, છોટાઉદેપુર 667, દાહોદ 1978, ડાંગ 47, દેવભૂમિ દ્વારકા 1952, ગાંધીનગર 3475, ગાંધીનગર કોર્પોરેશન 879, ગીર સોમનાથ 3288, જામનગર 2531, જામનગર કોર્પોરેશન 3827, જૂનાગઢ 5133, ખેડા 3259, કચ્છ 4432, મહેસાણા 3640, મહીસાગર 1001, મોરબી 4178, નર્મદા 529, નવસારી 1946, પંચમહાલ 2170, પાટણ 2213, પોરબંદર 1863, રાજકોટ 8238, રાજકોટ કોર્પોરેશન 11,863, સાબરકાંઠા 1999, સુરત 6163, સુરત કોર્પોરેશન 24,163, સુરેન્દ્રનગર 4191, તાપી 689, વડોદરા 3633, વડોદરા કોર્પોરેશન 8405 અને વલસાડમાંથી 1582 અરજી આરટીઇ હેઠળ કરવામાં આવી છે.

સાત કોર્પોરેશન વિસ્તારની 83,285 અરજીઓ

રાજ્યના મહત્વના શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરમાંથી જ આરટીઇ અંતર્ગત કુલ 83,285 અરજીઓ મળી હતી. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 સુરત કોર્પોરેશન વિસ્તારમાંથી 24,163 રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાંથી 11,863 વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી 8405 ભાવનગર કોર્પોરેશનથી 3693, જામનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 3827 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 879 અરજીઓ કરવામાં આવી છે. આમ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 30,482 સૌથી વધુ અરજીઓ અને ગાંધીનગરમાં 879 અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રાપ્ત થઈ છે.