transfer/ બદલીનો બખેડો હવે નહીં થાય, શિક્ષકોની બદલીનાં નિયમમાં મોટો ફેરફાર

રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧ થી ૫ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ.૬ થી ૮ માં સમાવવામાં આવશે નહી. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે. જેના કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલીમાં સરળતા રહેશે. બદલીનો બખેડો હવે નહીં થાય શિક્ષકોની […]

Top Stories Gujarat Others
teacher transfer બદલીનો બખેડો હવે નહીં થાય, શિક્ષકોની બદલીનાં નિયમમાં મોટો ફેરફાર

રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧ થી ૫ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ.૬ થી ૮ માં સમાવવામાં આવશે નહી. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે. જેના કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલીમાં સરળતા રહેશે.

  • બદલીનો બખેડો હવે નહીં થાય
  • શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર
  • ધો.1 થી 5નાં શિક્ષકને ધો.6 થી 8માં સ્થાન નહીં
  • સિનિયોરિટી પણ અલગ ગણાશે

અત્યાર સુધીમાં ધોરણ.૧ થી ૮ ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૮નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતુ. બે ભાગમાં વહેચાયેલ પ્રાથમિક શાળામાં ધોરણ.૧ થી ૫ના શિક્ષકોની ભરતીમાં PTCની લાયકાત નક્કી કરાઈ હતી, જ્યારે ધોરણ.૬ થી ૮માં બી.એડ અથવા તો PTC સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયુ હતુ. જોકે આ પહેલા માત્ર PTCની લાયકાતથી ભરતી થતી હતી. જેથી ધોરણ.૬ થી ૮માં જે-તે સમયે લાયકાત વાળા શિક્ષકો પુરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે, ધોરણ.૧ થી ૫માં જે શિક્ષકો વધમાં પડતા હોય તેઓને ધોરણ.૬ થી ૮માં સમાવવાના રહેશે. આમ વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧ થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો.

  • બદલીમાં ફેરફારથી વધનો શિક્ષક નહીં નડે
  • ધોરણ 6થી 8માં હવે સમકક્ષ બદલી થઇ શકશે
  • વધના શિક્ષકને સમાવવાની જોગવાઇ દૂર
  • વધના શિક્ષકને બદલી કેમ્પમાં મૂકાશે

આવા સંજોગોમાં કોઈ શાળામાં વાસ્તવિક રીતે ધોરણ.૬ થી ૮માં ગણિતના શિક્ષકની જગ્યા ખાલી પડી હોય પરંતુ ત્યાં ધોરણ.૧ થી ૫નો વધનો શિક્ષક મૂકેલ હોવાથી ત્યાં અન્ય શિક્ષકની બદલી થતી નહોતી. બીજુ કે સિનિયોરિટીમાં પણ સળંગ એકમ ગણાતો હતો. હવે નવા નિયમથી વધના શિક્ષકને સમાવવાની જોગવાઈ દૂર કરાઈ છે જોકે ટેમ્પરરી કોઈ શિક્ષકને મૂકવામાં આવે તો તેને બદલી કેમ્પમાં અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે.

  • સ્પેશિયલ કેસની બદલીમાં નવી કેટગેરી ઉમેરાઈ
  • ગાંધીનગર અને અમદાવાદમાં ખાલી જગ્યા આધારે નિમણૂંક

બિન બદલીપાત્ર કર્મચારી કે અધિકારીના પતિ કે પત્નિ જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોય તેમની ગાંધીનગર જિલ્લામાં સ્પેશિયલ કેસમાં બદલી કરવાની જોગવાઈ હતી. જોકે આ નિયમથી અત્યાર સુધી માત્ર સચિવાલયના કર્મચારીઓને જ લાભ મળતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂંક થયેલ કર્મચારી કે અધિકારીઓના નોકરીના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તેમના શિક્ષક પત્નિ કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂંક આપી શકાશે. આ સિવાય જિલ્લાફેર બદલી વખતે મહિલાઓને મોટી રાહત એ મળી છે કે, તેમનું પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહી પણ લગ્ન નોંધણી વાળુ સ્થળ જ ધ્યાનમાં લેવાશે.