Cricket/ સોશિયલ મીડિયામાં #IStandwithSachin થઇ રહ્યુ છે ટ્રેન્ડ, જાણો શું છે કારણ

એક ટ્વીટથી કેવુ તાંડવ મચી શકે તેનુ તાજુ ઉદાહરણ જોવુ હોય તો તે ભારતીય ક્રિકેટનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર છે.

Trending
PICTURE 4 71 સોશિયલ મીડિયામાં #IStandwithSachin થઇ રહ્યુ છે ટ્રેન્ડ, જાણો શું છે કારણ

એક ટ્વીટથી કેવુ તાંડવ મચી શકે તેનુ તાજુ ઉદાહરણ જોવુ હોય તો તે ભારતીય ક્રિકેટનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર છે. તેમના એક ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર સતત લોકોનાં નિશાના પર આવેલા સચિન તેંડુલકરને હવે ક્રિકેટ જગતનો ટેકો મળી રહ્યો છે.

PICTURE 4 70 સોશિયલ મીડિયામાં #IStandwithSachin થઇ રહ્યુ છે ટ્રેન્ડ, જાણો શું છે કારણ

આપને જણાવી દઇએ કે, શનિવારે ફાસ્ટ બોલર એસ શ્રીસંત તેના બચાવમાં ખુલીને સામે આવ્યો અને તેણે કહ્યું કે સચિન દેશનું સમ્માન છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત આંદોલન ચર્ચાનો વિષય બની રહ્યો છે. બે મહિનાથી ખેડૂતોનું સંગઠન દિલ્હીને ઘેરીને બેછુ છે. તેઓની માંગ છે કે, ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. તાજેતરનાં દિવસોમાં, પ્રખ્યાત પોપ સિંગર રેહાનાએ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. જે બાદ દેશભરનાં ખ્યાતનામ લોકોએ રેહાન વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. સચિને લોકોને એક થવાની અપીલ પણ કરી હતી. ત્યારબાદ, તેઓ આ મુદ્દે સરકારને ટેકો આપવા માટે સતત ટ્રોલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શનિવારે #IStandwithSachin ટ્રેન્ડ થવા લાગ્યુ. ચાહકોએ આગળ વધીને સોશિયલ મીડિયા પર લખ્યું કે આખો દેશ સચિનની સાથે છે. શ્રીસંતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘સચિન પાજી એક ભાવના છે. તે એક પ્રેરણા છે જેમના કારણે મારા જેવા લાખો ચાહકોએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. કોઈ શબ્દ તમારા પ્રત્યે મારા પ્રેમ અને સમ્માનને કહી શકતો નથી.’

Cricket / પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ રહ્યો ઈગ્લેન્ડ બેટ્સમેનનાં નામે

Cricket / 18 મી ફેબ્રુઆરીએ IPLની હરાજી, 1,000 કરતા વધુ ખેલાડીઓ લેશે ભાગ

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો