મંગળવારે જેડીયુના પૂર્વ એમએલએ રાજુ સિંહના ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ન્યુ યર પાર્ટીમાં એક મહિલાને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. હાલ આ મહિલાની હાલત ગંભીર છે.ઘટનાની જાણ થતા પોલીસે બિહારના પૂર્વ ધારાસભ્ય રાજુ સિંહની ધરપકડ કરી છે.
Delhi: Police says they have recovered 2 rifles and 800 bullets from a farmhouse in Delhi, in connection with the incident involving former JDU MLA Raju Singh who is accused of shooting at a woman during new year's celebrations.
— ANI (@ANI) January 2, 2019
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજુ સિંહ ગોરખપુરથી ભાગવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને દબોચી લીધા હતા.
દિલ્લીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાજુ સિંહ પોતાના ફાર્મ હાઉસમાં ન્યુ યરનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. આ પાર્ટીમાં બીજા લોકો પણ શામેલ હતા. પાર્ટીમાં દારૂનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો.
લગાવેલા આરોપ પ્રમાણે રાજુ સિંહે એક મહિલા પર ગોળી ચલાવી. આ ગોળી અર્ચના ગુપ્તા નામક મહિલાને વાગી હતી. અર્ચના આર્કિટેક્ટ છે.હાલ અર્ચનાની હાલત ગંભીર છે અને દિલ્લીની ફોર્ટીસ હોસ્પિટલમાં તેની સારવાર થઇ રહી છે.
ઘટના પર પોલીસ પહોચી તે પહેલા રાજુ સિંહ ફરાર થઇ ગયા હતા. પોલીસને ફાર્મ હાઉસની તપાસમાં ૨ રાઈફલ અને આશરે ૮૦૦ રાઉન્ડ બુલેટ મળી છે.

