Gujarat/ ગુજરાત : રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત, GAS કેડરના 10 અધિકારીઓની બદલી

ગુજરાતમાં બદલી અને બઢતીનો દોર યથાવત છે. મહેસૂલ વિભાગે GAS કેડરના 10 અધિકારીઓની બદલી કરી.

Gujarat Gandhinagar Top Stories
YouTube Thumbnail 2024 02 10T102055.829 ગુજરાત : રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત, GAS કેડરના 10 અધિકારીઓની બદલી

ગુજરાત : રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત છે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યના જુદા-જુદા વિભાગોમાં અધિકારીઓને બદલી અને બઢતી આપવામાં આવી રહી છે. મહેસૂલ વિભાગે GAS કેડરના 10 અધિકારીઓની બદલી કરી. આ સાથે કચ્છ, સુરત, પાટણ અને ભરૂચના સહિત અલગ-અલગ જિલ્લાના ડેપ્યુટી કલેકટરોની બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી, ડાંગ અને ભુજ DDOની પણ બદલીના આદેશ અપાયા છે.

મહેસૂલ વિભાગ દ્વારા ગત ડિસેમ્બર મહિનાના અંતમાં સાગમટે 110 અધિકારીઓ અને IAS અધિકારીની બદલીના આદેશ અપાયા હતા. રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી 2024ને લઈને સેવા પસંદગી સ્કેલના આધારે અધિકારીઓની બદલી અને બઢતી આપવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં 110 અધિકારીઓ બાદ જાન્યુઆરી મહિનામાં 38 ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી. જ્યારે રેવન્યુ વિભાગમાં 29 મામલતદારોની બદલી કરાઈ તો GAS કેડરના 12 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાઘી રહ્યા છે. રાજ્યમાં વહીવટીતંત્રમાં મામલતદારથી લઈને GAS કેડર અને IAS કક્ષના અધિકારીઓની બદલીઓ અને બઢતી થઈ રહી છે. ત્યારે સત્તાધારી કેન્દ્રનો NDA ગઠબંધન અને તેને હરાવવા કોંગ્રેસના નેતૃત્વ હેઠળ INDIA ગઠબંધન સહિત આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. NDA અને INDIA ગઠબંધનમાં અત્યારે નેતાઓની આવન-જાવનની મોસમ શરૂ થઈ ગઈ છે. જો કે મોટાભાગના નેતાઓ ભાજપના ગઠબંધન NDAમાં સામેલ થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીએ ભાજપ માટે 370 અને એનડીએ માટે 400નો લક્ષ્યાંક આપ્યો છે. ચૂંટણીમાં કોની જીત થશે કે હાર તે આગામી સમય કહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ