Attack/ 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

ગોયાસુંડલ અને કાંટાવેડા ગામમાં હુમલાઓ કરનાર દીપડો પકડાયેલ બે માંથી એક હોવાની શક્યતા બંને દીપડાના લક્ષણો અને ફૂટ માર્ક એક સરખા જ હોવાથી હુમલો કરનાર ચોક્કસ દીપડો કયો એ કહેવું મુશ્કેલ છે.

Gujarat Others
dipado1.jpg2 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

ગોયાસુંડલ અને કાંટાવેડા ગામમાં હુમલાઓ કરનાર દીપડો પકડાયેલ બે માંથી એક હોવાની શક્યતા બંને દીપડાના લક્ષણો અને ફૂટ માર્ક એક સરખા જ હોવાથી હુમલો કરનાર ચોક્કસ દીપડો કયો એ કહેવું મુશ્કેલ છે.

કાંટાવેડા ગામના ડુંગરાળ પ્રદેશ માંથી પકડાયેલ દીપડાનું પાંજરૂ બહાર કાઢવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાની જરૂર પડી. કલાકોની ભારે જહેમત બાદ દીપડાનું પાંજરૂ જંગલ વિસ્તાર માંથી બહાર કાઢવામાં આવ્યું.

છેલ્લા ૧૫ દિવસથી ઘોઘંબા પંથકમાં આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા દીપડાને પાંજરે પુરવા ગોધરા,દાહોદ, દેવગઢ બારીયા સહીત સુરત વન વિભાગની એક્સપર્ટ ટીમો કામે લાગી હતી.

#finance / વર્ષ 2021 : RBI સમક્ષ લાવશે આ 4 નવા પડકારો, કરવામાં આવશે આવી…

WhatsApp Image 2020 12 24 at 8.57.53 AM 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ના ગોયાસુંડલ, કાંટાવેડા, પીપળીયા, તરવરીયા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસો ઉપરાંતના સમયથી દીપડાએ આતંક મચાવતા આ ગામોમાં અલગ અલગ ૬ જેટલા હુમલા કરીને ૨ માસુમ બાળકોના મોત નિપજાવ્યા હતા.અને ૪ જેટલા ઈસમોને ઈજાગ્રસ્ત કર્યા હતા. તેમજ ૧ પશુનું પણ મારણ કર્યુ હતું. આ પંથકમાં દીપડા દ્વારા હુમલાઓની સંખ્યા વધતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને સ્થાનિક વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂકીને કાર્યવહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક વન વિભાગની ટીમને સફળતા ન મળતા સુરતના માંડવી વન વિભાગની ટીમ તેમજ વડોદરાની સામાજિક સંસ્થાની મદદ મેળવીને દીપડાને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા ૫ અલગ અલગ ટીમો બનાવીને દીપડાના ફૂટ માર્ક મેળવી તેની અવર જવરની સંભવિત અલગ અલગ ૧૧ જગ્યાઓએ પાંજરા મૂકી કાર્યવાહી આરંભી હતી. જેમાં વન વિભાગને ૩ દિવસ બાદ પ્રથમ સફળતા ગઈકાલે સાંજે મળી હતી. જેમાં ગોયાસુંદલ ગામ પાસે આવેલા વન વિસ્તારમાં મુકવામાં આવેલ પાંજરામાં ૬ વર્ષની ઉંમરનો નર જાતિનો દીપડો પાંજરે પુરાયો હતો. જેને હાલોલના ધોબીકુવા ખાતે આવેલા દીપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવાયો હતો. જયારે આજે વહેલી સવારે કાંટા વેડા ગામની સીમના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરામાં વધુ એક ૫ વર્ષની ઉંમરનો નર જાતિનો દીપડો પાંજરે પુરાયો હતો. આમ ૨૪ કલાકમાં ૨ દીપડા પાંજરે પૂરતા વન વિભાગ સહીત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Loss / આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત સરકારને ઝટકો, કેઇર્ન એનર્જીને 8,…

WhatsApp Image 2020 12 24 at 8.57.57 AM 15 દિવસથી આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

આજે ઝડપાયેલ દીપડો ખુબ જ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં હોઈ તેને બેભાન કરી સ્થાનિકોની મદદથી તેનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને ધોબીકુવા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે હવે વન વિભાગ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આતંક મચાવનાર દીપડો ઝડપાયેલા ૨ દીપડામાંથી કયો દીપડો હતો.પાંજરે પુરાયેલ દીપડો અંદાજીત ૫ થી ૬ વર્ષ નો અને પુખ્ત નર દીપડો હોવા નો વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…