Not Set/ અમેરિકા પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત કરવાની તરફેણમાં

ભારત અમેરિકા માટે વિશ્વસનીય ભાગીદાર છે. બંને વચ્ચેની વ્યવસાયિક ભાગીદારી રેકોર્ડ સ્તરે વધી રહી છે.

Top Stories
shankar america અમેરિકા પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત કરવાની તરફેણમાં

યુ.એસ.પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની તરફેણમાં છે. એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારત, અફઘાનિસ્તાન સહિત આખા ક્ષેત્રમાં અસરકારક ભૂમિકા ભજવે તે સુનિશ્ચિત કરવા માટે બાયડેન વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ સચિવ એન્ટોની બ્લિંકનની ભારત મુલાકાત આ સંદર્ભે ખૂબ મહત્વની સાબિત થશે.

નિષ્ણાતો કહે છે કે અમેરિકા જાણે છે કે આ ક્ષેત્રમાં એક મજબુત ભારત તેના હિતમાં છે. ભારત અમેરિકા માટે વિશ્વસનીય ભાગીદાર છે. બંને વચ્ચેની વ્યવસાયિક ભાગીદારી રેકોર્ડ સ્તરે વધી રહી છે. વ્યૂહાત્મક અને લશ્કરી સ્તરે સહયોગ નવી ઉંચાઈએ પહોચશે. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સાથે મળીને કામ કરવાની વહેંચાયેલ પ્રતિબદ્ધતા પણ છે.

ભારત અને યુએસ બંને ક્વાડનું વિસ્તરણ થાય તેવું ઇચ્છે છે.  ચીનની વધતી દખલને કાબૂમાં લેવામાં માટે વ્યુહરચના છે. વિવેકાનંદ ફાઉન્ડેશનના સિનિયર ફેલો પી કે મિશ્રા કહે છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા શંકાસ્પદ છે. બીજી તરફ, ચીન ભારત અને અમેરિકા બંનેના વ્યૂહાત્મક હિતો વિરુદ્ધ આ ક્ષેત્રમાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સાથે વિશ્વસનીય ભાગીદારી મજબૂત બનાવવી તે અમેરિકાની તરફેણમાં છે. નોંધપાત્ર વાત એ છે કે બ્લિંકન 27 અને 28 જુલાઈના રોજ ભારતના પ્રવાસે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ યાત્રા બહુ પરિણામલક્ષી હશે. બંને દેશો સમાન હિત અને ચિંતાના તમામ મુદ્દાઓ પર વાત કરશે. ભારત અને યુએસ સુરક્ષા, સંરક્ષણ, આતંકવાદ વિરોધી, અફઘાનિસ્તાનમાં શાંતિ, ચાર રાષ્ટ્રની ક્વાડ, કોરોના રોગચાળા અને હવામાન પરિવર્તન સહિતના ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારશે. યુએસ વિદેશ સચિવ, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અંગે પણ ચર્ચા કરશે.