ગુજરાત/ રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

રાજકોટમાં સાતમ-આઠમ પર યોજાતો લોકમેળો રાજ્યમાં વધુ પ્રસિદ્ધ છે. દરવર્ષે સાતમ-આઠમ પર રેસકોર્સમાં આ મેળાનું આયોજન થાય છે. પરંતુ આ વખતે લોકમેળાનું સ્થળ બદલાશે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 06 01T131844.506 રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

રાજકોટમાં સાતમ-આઠમ પર યોજાતો લોકમેળો રાજ્યમાં વધુ પ્રસિદ્ધ છે. દરવર્ષે સાતમ-આઠમ પર રેસકોર્સમાં આ મેળાનું આયોજન થાય છે. પરંતુ આ વખતે લોકમેળાનું સ્થળ બદલાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ વર્ષે કણકોટ-ન્યૂ રેસકોર્સમાં લોકમેળા યોજાય તેવી શકયતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મજુબ ગેમઝોનની દુર્ઘટનાને પગલે સંભવત તંત્ર દ્વારા લોકમેળાનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે.

દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાય છે પરંતુ આ વખતે મેળાના સ્થાનમાં બદલાવ થશે. ગમેઝોન દુર્ઘટના બાદ લોકમેળામાં મનોરંજન માટેની રાઇડ્સને લઈને તંત્રની ચિંતા વધી છે. કહેવાય છે કે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો સાતમ-આઠમ તહેવાર પર યોજાય છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ મેળાની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સાતમ-આઠમ પર યોજાયેલ મેળામાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. ગતવર્ષે રાજકોટના મેળામાં 4 દિવસમાં આશરે 7 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. લોકોના ઉત્સાહને જોતા વહીવટીતંત્ર દ્વારા મેળામાં વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના