Not Set/ ૧૦ વર્ષીય માસુમ પીડિતાએ કીધું મારા પિતા રેલ્વે સ્ટેશનથી બાળકો ચોરીને વેંચતા હતા, વાંચો સમગ્ર મામલો

ગાઝીયાબાદ, મોદી સરકારની ‘ બેટી બચાવો બેટી પઢાવો‘ ની ઈમેજ દિવસે ને દિવસે ખરડાઈ રહી છે.  દેશમાં મહિલાઓ અને માસુમ બાળકી  પર થતા અત્યાચાર રોકાવાનું નામ નથી લેતા તેવામાં ઉત્તર પ્રદેશમાં ખુબ જ હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. દસ વર્ષની એક માસુમ બાળકી પર તેના જ પોષણકર્તા સમાન  માતા-પિતા અત્યાચાર કરતા એટલું જ નહી પણ […]

India
rap ૧૦ વર્ષીય માસુમ પીડિતાએ કીધું મારા પિતા રેલ્વે સ્ટેશનથી બાળકો ચોરીને વેંચતા હતા, વાંચો સમગ્ર મામલો

ગાઝીયાબાદ,

મોદી સરકારની ‘ બેટી બચાવો બેટી પઢાવો‘ ની ઈમેજ દિવસે ને દિવસે ખરડાઈ રહી છે.  દેશમાં મહિલાઓ અને માસુમ બાળકી  પર થતા અત્યાચાર રોકાવાનું નામ નથી લેતા તેવામાં ઉત્તર પ્રદેશમાં ખુબ જ હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. દસ વર્ષની એક માસુમ બાળકી પર તેના જ પોષણકર્તા સમાન  માતા-પિતા અત્યાચાર કરતા એટલું જ નહી પણ પણ આ બાળકીને તેમણે ઘણી વખત અલગ અલગ વ્યક્તિને વેંચી દીધી હતી. આ વ્યક્તિઓએ માસુમ બાળકી સાથે અવારનવાર બળાત્કાર કર્યો હતો. આ મામલા પર પોલીસે મંગળવારે બાળકીના પરિવાર વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી છે.

૧૦ વર્ષની આ બાળકી ૬૦ વર્ષીય પિતા અને ૨૦ વર્ષીય સાવકી માતા સાથે રહેતી હતી.

ગયા વર્ષે આ બાળકી જયપુરમાં રેલ્વે સ્ટેશન નજીક આમ-તેમ ફરતી દેખાઈ હતી. ત્યારબાદ એક સજ્જન વ્યક્તિએ બાળકીને જયપુર ચાઈલ્ડ વેલફેયર સમિતિ (સીડબ્લ્યુસી)ને સોંપી. સીડબ્લ્યુસીએ બાળકીના પરિવાર  વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હાલ બાળકી સીડબ્લ્યુસીમાં જ છે અને તેનું કાઉન્સલીંગ ચાલી રહ્યું છે.

પુછતાછ દરમ્યાન બાળકીએ જણાવ્યું કે, તેના પિતા તેને ઈસ્ત્રીના વાયરથી મારતા હતા. તેના પિતા રેલ્વે સ્ટેશન પરથી ઘણા બધા બાળકો ચોરીને તેને અલગ અલગ વિસ્તારમાં વેંચી દેતા.

સીડબ્લ્યુસીના સદસ્ય શાલીની સિંહે વધુમાં પીડિત બાળકી વિશે જણાવ્યું કે, તેના પરિવાર એ બાળકીને ઘણી બધી વખત વેંચી દીધી હતી જ્યાં તેના પર બહુ અત્યાચાર ગુઝારવામાં આવ્યા છે. ચાર વર્ષ પહેલા બાળકીની માતાનું અવસાન થઇ ગયું હતું ત્યારબાદ તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા. જ્યારથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા ત્યારથી તેનું વર્તન બદલાઈ ગયું હતું તે કસાઈ બની ગયો હતો. બાળકી જો કોઈ ઘરનું કામ કરવાની ના પાડે કે કોઈ ભૂલ કરે તો બહુ મારતો હતો. ઘણી વાર તો તેના પર ગરમ ચા પણ નાખી હતી. તેની સાવકી માં એ તેને એક વ્યક્તિને વેંચી દીધી ત્યારબાદ તે વ્યક્તિએ તેને બીજા વ્યક્તિને વેંચી દીધી. આમ બાળકી એક પછી એક એમ અલગ જગ્યા પર વેંચાવા લાગી.

માસુમ બાળકીએ કહ્યું કે તેને કોલકત્તા, દિલ્હી, જોધપુર અને ચંડીગઢમાં ખરીદવામાં આવી હતી.

એક દિવસ માસુમ આ બધાથી ભાગીને ઘરે આવી ગઈ પરંતુ જોવાની વાત એ છે કે તેની સાવકી માતાએ તેને પાછી વેંચી દીધી. જયપુર ચાઈલ્ડ વેલફેયર સમિતિ દ્વારા બાળકી અમારી પાસે આવી ત્યારબાદ તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા પરંતુ માસુમ હવે કોઈ અત્યાચાર સહન કરી શકે તે હાલતમાં નહતી. પિતાની સાથે જવાની ના પાડી દીધી. બાળકીના પરિવારની તપાસ દરમ્યાન તેમને એક ત્રણ વર્ષનો  બાળક પણ મળી આવ્યો છે. આ બાળક તેમનો નથી તેવી શંકા લાગી રહી છે. સમગ્ર મામલાની હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.