લગ્નેત્તર સંબંધો/ ઘરેથી ભાગી લગ્ન કરનાર દિયોદરના યુવક-યુવતીનો વીડિયો થયો વાયરલ, કહ્યું આવું…

બનાસકાંઠાના દિયોદરના યુવક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઘરેથી ભાગીને લવ મેરેજ કર્યા બાદ પરિવારજનો ધમકી આપતા હતા. જેને લઇને પ્રેમી યુગલે વીડિયો બનાવ્યો અને પોતાની સ્થિતિ હાલ કેવી છે તેનું વીડિયો દ્વારા આલેખન કરવાની કોશિશ કરી છે.  

Gujarat Others
diyodar ઘરેથી ભાગી લગ્ન કરનાર દિયોદરના યુવક-યુવતીનો વીડિયો થયો વાયરલ, કહ્યું આવું...

બનાસકાંઠાના દિયોદરના યુવક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઘરેથી ભાગીને લવ મેરેજ કર્યા બાદ પરિવારજનો ધમકી આપતા હતા. જેને લઇને પ્રેમી યુગલે વીડિયો બનાવ્યો અને પોતાની સ્થિતિ હાલ કેવી છે તેનું વીડિયો દ્વારા આલેખન કરવાની કોશિશ કરી છે.

થોડા સમય પહેલા બંને લવ મેરેજ કર્યા હતા. બંને પક્ષો રાજકીય વગ ધરાવતા હોવાથી યુગલને હેરાન કરાતા હોવાના વીડિયોમાં ખુલ્લે આમ આક્ષેપ લગાવાયા છે. જો હવે વધુ હેરાન કરશે તો બંનેએ આત્મહત્યા કરવાની ચીમકી પણ વીડિયોનાં માધ્યમથી આપી છે.

મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ કહી શકાય કે આજનાં આધુનિય યુગમાં અને ગુજરાત જેવા વિકસીત ગણાતા રાજ્યમાં આજે પણ કોઇને કોઇ રીતે પોતાનાં પસંદનાં જીવન સાથીને પસંદ કરવાનો હક્ક હજુ સુધી જે તે યુવક-યુવતીને આપવામાં આવી રહ્યો નથી. આજે પણ દિકરીને ગાય દોરે ત્યાં જાય જેવી સ્થિતિ રાખવા માટે વદગાર ફેમિલી મથી રહ્યા છે અને સમાજમાં પોતાનાં સંતાનોની ખુશીનાં ભોગે પણ પોતાની કહેવાતી શાખ જાળવી રાખવા તલપાપડ જોવામાં આવી રહ્યા છે.

જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો અહેવાલ પણ  – Banaskantha: દિયોદરના યુવક યુવતીનો વીડિયો વાયરલ | Viral Video | Diyodar

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…