Gujarat/ રાજ્યમાં દારૂની રેલમછેલ, L.C.B એ આ ગામેથી લાખોની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો

સુરેન્દ્નનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિને ડામવા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા તમામ વિસ્તારોમા સ્થાનિક પોલીસને સુચના અપાઇ છે….

Gujarat Others
Untitled 37 રાજ્યમાં દારૂની રેલમછેલ, L.C.B એ આ ગામેથી લાખોની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્નનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિને ડામવા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા તમામ વિસ્તારોમા સ્થાનિક પોલીસને સુચના અપાઇ છે.

ત્યારે ગઇકાલે મોડી રાત્રે જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ, સંજયભાઇ પાઠક સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મુળી તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તેવા સમયે ખાનગી બાતમી મળી હતી કે નવાણીયા ગામની સીમમાં આવેલી વાડી પાસે ખરાબામા વિદેશી દારુનો મોટો જથ્થો હોય જેને લઇને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બાતમી વાળા સ્થળે દરોડો કરતા 2053 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર વિદેશી દારૂની જથ્થો રાખનાર નવાણીયા ગામના યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર વિરુધ્ધ મુળી પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો