Covid-19/ વાયરસે યુરોપનાં દેશોમાં સૌથી વધુ મચાવી તબાહી, 1 મિલિયનથી વધુ લોકોનાં થયા મોત

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે. રોગચાળાને કારણે યુરોપિયન દેશોએ સૌથી વધુ મુશ્કેલીઓને સહન કરી છે.

Top Stories World
mmata 55 વાયરસે યુરોપનાં દેશોમાં સૌથી વધુ મચાવી તબાહી, 1 મિલિયનથી વધુ લોકોનાં થયા મોત

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે. રોગચાળાને કારણે યુરોપિયન દેશોએ સૌથી વધુ મુશ્કેલીઓને સહન કરી છે. કોરોના વાયરસનાં એક વર્ષ પછી કોરોનાની ત્રીજી લહેર યુરોપમાં આવી ગઇ છે. યુરોપનાં દેશો ઇટાલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાનાં નવા કેસો ઝડપથી વધી રહ્યાં છે.

mmata 56 વાયરસે યુરોપનાં દેશોમાં સૌથી વધુ મચાવી તબાહી, 1 મિલિયનથી વધુ લોકોનાં થયા મોત

Covid-19 / વાયરસનાં નવા લક્ષણોએ ડોક્ટરની વધારી ચિંતા, RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ…

સંક્રમણ દર હાલમાં આ દેશોમાં ઉચ્ચતમ સ્તરે છે. દરમિયાન, સમાચાર એજન્સી એએફપીનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે એક મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાન્સમાં, ડિસેમ્બર 2020 માં કોરોનાનાં કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો, પરંતુ જાન્યુઆરીથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે રાજધાની પેરિસમાં આઇસીયુ લગભગ ભરાઈ ગયા છે. ફ્રાન્સનાં આરોગ્ય પ્રધાન ઓલિવીયર વેરને કહ્યું કે, દિવસ અને રાતનાં દરેક 12 મી મિનિટમાં, એક કોરોના દર્દીને પેરિસનાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. ફ્રાન્સનાં ઘણા વિસ્તારોમાં લોકડાઉન અને પ્રતિબંધો ચાલુ છે. વર્લ્ડોમીટરનાં આંકડા મુજબ કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ફ્રાન્સ ચોથા ક્રમે છે. ફ્રાન્સમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 50,67,216 પર પહોંચી ગઈ છે. રવિવારે, ફ્રાન્સમાં 34,895 નવા કેસ નોંધાયા હતા અને 176 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં, કોરોના સંક્રમણને કારણે 99,135 લોકો મૃત્યુ પામ્યા છે અને ત્યાં 46,57,147 સક્રિય દર્દીઓ છે.

mmata 57 વાયરસે યુરોપનાં દેશોમાં સૌથી વધુ મચાવી તબાહી, 1 મિલિયનથી વધુ લોકોનાં થયા મોત

ચિંતામાં વધારો / કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કેસ આપણા દેશ ભારતમાં સતત વધી રહ્યા છે. જે કેસો પહેલા હજારમાં આવતા હતા તે હાલમાં દૈનિક લાખમાં સામે આવી રહ્યા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ