Arvalli News: અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે મીની કાશ્મીર તરીકે ઓળખાતો ધોધ જીવંત થયો છે, જેમા મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના ઋતુમાં મેઘમહેર થવાથી ગુજરાતના વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોના ઝરણા અને ધોધે પહોંચી ગયા છે. આ સમયે અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામના મીની કાશ્મીર તરીકે ઓળખાતો ધોધ જીવંત થતાં તેના આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે.
વહેલી સવારથી ભિલોડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેથી સુનસર પાસે આવેલા ડુંગર પરથી ઘોધ વહેવા લાગ્યો છે. આ ધોધને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે. ધરતી માતાના મંદિર નજીક વહેતા ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. જો કે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી ધોધ વહે છે. ત્યારે સહેલાણીઓને ચેતવણી માટેના કોઈ બોર્ડ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી.
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છે અને નદીનાળા છલકાવાથી આહલાદક દૃશ્યો જોવા મળતા હોય છે. ત્યારે ભીલોડા પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે ધોધ વહે છે.
ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.
આ પણ વાંચો: પાટણમાં પાણી કે પાણીમાં પાટણ, મહેસાણામાં એક દિવસમાં સાત ઇંચ વરસાદ
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અનરાધાર, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: વલસાડમાં નદીના ધસમસતા પ્રવાહમાં યુવકનું દિલધડક રેસ્ક્યું
