ચક્રવાત/ ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,જાણો નવું અપડેટ

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત કરીને કેટલીક જાણકારીઓ આપી હતી

Top Stories Gujarat
10 1 9 ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,જાણો નવું અપડેટ

ગુજરાતમાં બિપોરજોયે પ્રવેશ લઈ લીધો છે. સાગરથી જમીન સાથે ટક્કર થયા બાદ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત કરીને કેટલીક જાણકારીઓ આપી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આ દરમિયાન 125 કિલોમીટિર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આજની મધરાત્રી સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. જે આવતીકાલે સવાર સુધીમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તેની અસર થઈ છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યાં બાદ બિપરજોય શું કરશે તેને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી રાહત આપે તેવી છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે 12 વાગ્યા પછી બિપરજોય નબળું પડી જશે. NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગની આગાહી છે, બિપરજોય આવતીકાલે બપોરે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેની સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે અને તેનાથી નુકશાન પણ ઓછું થશે. બિપોરજોય પાકિસ્તાન કે રાજસ્થાન ભણી ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે