Weather Forecast News : રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની. અમદાવાદનું લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદનું લઘુતમ તાપમાન 13.8 નોંધાયું હતું. નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ શકે છે.
@ KINJAL BORISA
આ પણ વાંચો: હવામાન ફરી બદલાયું, કેટલીક જગ્યાએ વરસાદની ચેતવણી અને અન્ય જગ્યાએ ધુમ્મસની ચેતવણી
આ પણ વાંચો: રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ ટળ્યું, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
