વાહ/ છોટાઉદેપુરનાં કેપ્ટને કર્યું એવું કામ કે લોકો વરસાવી રહ્યાં છે પ્રેમ અને કરી રહ્યાં છે વખાણ

ખીલખીલાટ વાનમાં મોબાઇલની રિંગ સંભળાતા કેપ્ટન નીતિનભાઈએ વાનમાં તપાસ કરતા કોઈ દર્દીનો મોબાઇલ તેમને મળ્યો હતો

Gujarat Others
મોબાઈલ

ખીલખીલાટ સેવા પર ફરજ બજાવતા છોટાઉદેપુર જીલ્લાના  કેપ્ટનની પ્રમાણિકતા ખિલખિલાટ વાનમાં દર્દીનો રહી ગયેલો મોબાઈલ પરત કર્યો.

છોટાઉદેપુર જીલ્લાના 108 ઇમરજન્સી સેવા તેમજ નવજાત બાળકોને ઘરે મુકવા જતી ખીલખીલાટ વાનના કેપ્ટન, પાઇલોટ તથા 108નાં કર્મીઓ પ્રમાણીક અને મહેનતુ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જે અન્ય માટે પ્રેરણારૂપ પણ છે. વધુ વિગત અનુસાર જબુગામ સી.એસ.સી ખાતે વાજપુર ગામની એક મહિલાને તારીખે 30 જૂનના રોજ પ્રસુતિ થઈ હતી. રાજ્ય સરકારની ખીલખીલાટ સેવા દ્વારા પ્રસુતિ થયેલ માતા અને બાળકને નિ:શુલ્ક ઘરે મૂકવા જવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તારીખ 2 જુલાઈના રોજ પ્રસુતિ બાદ માતા અને  નવજાત શિશુને જબુગામ ખીલખીલાટ સેવા પર ફરજ બજાવતા કેપ્ટન નીતિનભાઈ બારીયા વાજપુર ગામે મુકવા માટે ગયા હતા. માતા અને નવજાત શિશુને ઘરે સહી સલામત મૂકી પાછા ફરતા હતા ત્યારે ખીલખીલાટ વાનમાં મોબાઇલની રિંગ સંભળાતા કેપ્ટન નીતિનભાઈએ વાનમાં તપાસ કરતા કોઈ દર્દીનો મોબાઇલ તેમને મળ્યો હતો  કેપ્ટન નીતિનભાઈ બારીયાએ વાજપુર ગામના મહિલાના સંબંધીનો સંપર્ક કર્યો અને તપાસ કરી મોબાઈલના માલીક સુધી પહોચાડવા પ્રયત્ન કર્યો હતો. જાંબુઘોડા સામુહિક આરોગ્ય ખાતે બોલાવી અંદાજિત 15 થી 17 હજારની કિંમતનો મોબાઈલ સુપ્રત કરી પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન