Court/ શિક્ષકે કર્યું એવું કામ કે કોર્ટ પણ થઇ નારાજ,જાણો….

ગુરુ શિષ્યના સબંધો ઉપર વિશ્વ ભરમાં લાખો કરોડો પુસ્તકો લખવામાં આવી છે.કહેવાય છે કે માં અને પિતા બાદ ગુરુનો સબંધ એવો છે કે જે નાના બાળક હોય કે પછી મોટા યુવાનો હોય તે તમામને શિક્ષા તો આપે છે જોડે સમાજમાં કેવી રીતે રહેવું તેની પણ શિખામણ આપતા હોય છે. પરંતુ, જયારે ગુરુની ઉપર જ કોઈ […]

Ahmedabad Gujarat
law and order 759 શિક્ષકે કર્યું એવું કામ કે કોર્ટ પણ થઇ નારાજ,જાણો....

ગુરુ શિષ્યના સબંધો ઉપર વિશ્વ ભરમાં લાખો કરોડો પુસ્તકો લખવામાં આવી છે.કહેવાય છે કે માં અને પિતા બાદ ગુરુનો સબંધ એવો છે કે જે નાના બાળક હોય કે પછી મોટા યુવાનો હોય તે તમામને શિક્ષા તો આપે છે જોડે સમાજમાં કેવી રીતે રહેવું તેની પણ શિખામણ આપતા હોય છે. પરંતુ, જયારે ગુરુની ઉપર જ કોઈ ગંભીર પ્રકારના આરોપ લાગે છે ત્યારે સમાજમાં તેવા ગુરુની ખુબજ આલોચના થતી હોય છે.

આવોજ એક કિસ્સો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બન્યો હતો. જુહાપુરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા ફઝલ મોહમ્મ્દ નામના ઇસ્મની સામે વેજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ મહિલાએ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો કે આરોપીએ તેણીને લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. એટલુંજ નહીં આરોપીએ મહિલાની પાસેથી અનેક વાર પોતાના ખર્ચ માટે રૂપિયા પણ લીધા હતા.જોકે, આરોપીએ પાછળથી મહિલા સાથે વિશ્વાસઘાત કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ વતી નિશાર વૈદ્યએ કોર્ટની સમક્ષ દલીલો કરી હતી કે તેમના અસીલ અને ફરિયાદી વચ્ચે પ્રેમ સબંધ હતા. તેમના અસીલએ લગ્નની લાલચ આપીને છેતરપિંડી આચરી હોય તે વાત તદ્દન ખોટી છે. આરોપીની સામે ત્રણ વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે અને એ પણ તદ્દન ખોટી છે. માટે તેને જામીન મળવા જોઈએ.

સામા પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ પણ પોતાનો પક્ષ કોર્ટની સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી ના ડાઇવોર્સ થયેલા છે તેમના બે બાળકો પણ છે. આરોપી જાણતો હોવા છતાં પણ તેણે મહિલાની સાથે પ્રેમ સબન્ધ રાખ્યો હતો. અને મહિલાને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી અનેક વાર રૂપિયા લીધા હતા.લગ્નની લાલચ આપીને આરોપીએ મહિલાની સાથે અનેક વાર શારીરિક સબન્ધો બાંધીને પાછળથી મહિલા સાથે દગો કર્યો હતો. જેથી આરોપીને જામીન ન મળવા જોઈએ.

મહિલા જજ તરુણા રાણાએ આરોપીના વકીલની દલીલો અને સરકારી વકીલની દલીલોને સાંભળ્યા બાદ આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…