World bank/ ગુજરાતની શાળાઓ માટે વિશ્વ બેંક અને AIIB 7,500 કરોડ રૂપિયાની લોન આપશે

વિશ્વ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા ગુજરાત સરકારને રૂ. 7,500 કરોડની લોન આપવામાં આવશે.

Top Stories Gujarat
7 9 ગુજરાતની શાળાઓ માટે વિશ્વ બેંક અને AIIB 7,500 કરોડ રૂપિયાની લોન આપશે

ગુજરાતની શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. રાજ્યની હજારો શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે વિશ્વ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા ગુજરાત સરકારને રૂ. 7,500 કરોડની લોન આપવામાં આવશે.

ગુજરાત સરકારે શાળાઓ માટે ઉત્કૃષ્ટ શાળા મિશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર ઉત્કૃષ્ટ શાળા મિશન પ્રોજેક્ટ હેઠળ 35,133 સરકારી અને 5,847 સહાયિત શાળાઓ આવશે. પ્રોજેક્ટ હેઠળ, સરકાર આગામી પાંચ વર્ષમાં આ શાળાઓ પર રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે.

સત્તાવાર માહિતીના આધારે, વિશ્વ બેંક અને AIIBએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ. 7,500 કરોડની લોન મંજૂર કરી છે. આ ભંડોળનો ઉપયોગ 41,000 સરકારી અને અનુદાનિત શાળાઓમાં 50,000 વર્ગખંડો, 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20,000 નવી કોમ્યુટર લેબ અને 5,000 ‘ટિંકરિંગ’ લેબના વિકાસ માટે કરવામાં આવશે. મંગળવારે વર્લ્ડ બેંકનું પ્રતિનિધિમંડળ આ પ્રોજેક્ટના અભ્યાસ માટે ગાંધીનગરની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજધાનીમાં રાજ્ય શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.