School/ વિશ્વની એવી શાળાઓ જેની એક વર્ષની ફીમાં Apple, રોલ્સ રોયસ કારની લાઇન લગાવી શકાય

શાળાઓમાં પ્રવેશ મેળવવો સરળ નથી. નાની શાળાઓની ફીસ પણ વધારે હોય છે. તો મોટી શાળાઓની વાત તો ભૂલી જ જાઓ. દુનિયાની સૌથી મોંઘી શાળાની વાત કરીએ તો તે સ્વિત્ઝરલેન્ડમાં જ સ્થિત છે. જ્યાં એક વર્ષની ફીસ એક કરોડની આસપાસ છે. તમારું બાળક ત્યાંથી શું શું સીખીને નીકળશે તમે એનો અંદાજ પણ લગાડી ન શકો. તો ચાલો જોઈએ વિશ્વની મોંઘી શાળો વિષે.

World Trending
વિશ્વની સૌથી મોંઘી શાળઓ

વિશ્વની મોંઘી શાળાઓ: દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે તે જીવનમાં બધી જ વસ્તુ મેળવી શકે. તથા દરેક વ્યક્તિ ધનવાન અને વૈભવશાળી જીવન જીવવાનું સપનું જોવે છે. તેના માટે હંમેશા આલીશાન ઘર, એપલ જેવા મોંઘા મોબાઈલ, રોલ્સ રોયસ જેવી કાર, બ્રાન્ડેડ કંપનીના મોંઘા કપડાની ઈચ્છા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવી શાળાઓ છે, જેની એક મહિનાની ફીથી તમે આ બધા સપના પૂરા કરી શકો છો. આ શાળાઓનું શિક્ષણ એટલું મોંઘું છે કે તેમની ફી સાંભળીને તમે ચોંકી જશો. વિશ્વના સૌથી ધનિક લોકોના બાળકો આ શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. આજે અમે આ શાળાઓની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ શાળાઓની એક વર્ષની ફી તમને દુનિયાભરમાં ફરવાની લક્ઝરી આપી શકે છે.

શાળાઓમાં પ્રવેશ મેળવવો સરળ નથી. નાની શાળાઓની ફી પણ વધારે હોય છે. તો મોટી શાળાઓની વાત તો ભૂલી જ જાઓ. દુનિયાની સૌથી મોંઘી શાળાની વાત કરીએ તો તે સ્વિત્ઝરલેન્ડમાં જ સ્થિત છે. જ્યાં એક વર્ષની ફીસ એક કરોડની આસપાસ હોય છે. તમારું બાળક ત્યાંથી શું શું શિખીને નીકળશે તમે એનો અંદાજ પણ લગાડી ન શકો. તો ચાલો જોઈએ વિશ્વની મોંઘી શાળાઓ વિશે.

વિશ્વની સૌથી મોંઘી શાળાઓ

Untitled 87 3 વિશ્વની એવી શાળાઓ જેની એક વર્ષની ફીમાં Apple, રોલ્સ રોયસ કારની લાઇન લગાવી શકાય

કોલેજ અલ્પિન બ્યુ સોલેઇલ, સ્વિટ્ઝર્લૅન્ડ

આ શાળા સ્વિત્ઝરલેન્ડ સ્થિત છે. તેમાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 50 થી વધુ દેશોના બાળકો અભ્યાસ માટે શાળાએ જાય છે. અહીં એક વર્ષની ફીની વાત કરીએ તો તે 150000 સ્વિસ છે. જો ભારતીય રૂપિયામાં તેનો અંદાજ લગાવવામાં આવે તો તે 1 કરોડ 34 લાખ 28 હજાર 191 રૂપિયા બરાબર છે. જો અહીં એક મહિનાની ફી અંદાજવામાં આવે તો તે લગભગ 11 લાખ રૂપિયા છે.

Untitled 87 4 વિશ્વની એવી શાળાઓ જેની એક વર્ષની ફીમાં Apple, રોલ્સ રોયસ કારની લાઇન લગાવી શકાય

ઈંસ્ટિટ્યુટ લે રોઝી, રોલે, સ્વિટ્ઝર્લૅન્ડ

આ શાળા સ્વિત્ઝરલેન્ડ સ્થિત છે. અહીં લગભગ 420-430 બાળકો અભ્યાસ કરે છે. લગભગ 65 દેશોમાંથી બાળકો અહીં ભણવા આવે છે. અહીં ફીની વાત કરીએ તો તે 1,25,000 સ્વિસ ફ્રેંક એટલે કે 1,11,98,196 રૂપિયા છે. જો તેની એક મહિનાની ફીનો અંદાજ લગાવીએ તો તે 9 લાખની આસપાસ છે.

Untitled 87 5 વિશ્વની એવી શાળાઓ જેની એક વર્ષની ફીમાં Apple, રોલ્સ રોયસ કારની લાઇન લગાવી શકાય

હર્ટવુડ હાઉસ સ્કૂલ, યુકે

આ શાળા યુનાઇટેડ કિંગડમ સ્થિત છે. આ શાળામાં પ્રવેશ ઇન્ટરવ્યુ અને સંદર્ભના આધારે કરવામાં આવે છે. અહીં વાર્ષિક ફી 25284 પાઉન્ડ છે. ભારતીય ચલણમાં આ અંદાજે રૂ. 25,20,379 છે. આ શાળાની એક મહિનાની ફીનો અંદાજ કાઢીએ તો આ ફી 2 લાખની નજીક છે.

આ પણ જુઓ: OMG!/ જાપાનમાં 300 વર્ષ જૂના જલપરી જેવા રહસ્યમય હાડપિંજરનું સત્ય આવ્યું સામે, લોકો કહેવા લાગ્યા ‘અમર કરનાર જીવ’