યુએસ આર્મીમાં સાર્જન્ટ તરીકે પોસ્ટ કરાયેલી એક મહિલાએ નોકરી છોડીને પોર્ન સ્ટાર બની ગઇ છે. મહિલાએ કહ્યું કે, તેણે જીવનને રસપ્રદ બનાવવા માટે આ નિર્ણય લીધો છે. પાંચ વર્ષ સુધી સેનામાં ફરજ બજાવનાર કેલી ગનર હવે સૈનિક નહીં પરંતુ પોર્ન સ્ટાર તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video
કેલી ગનરે કહ્યું કે, તેણે જીવનમાં કેટલાક નવા પડકારો શોધવા માટે પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું છે. ગનરે કહ્યું, ‘મેં પહેલાં કેમિંગ કર્યું છે અને મને તેનો સારો અનુભવ રહ્યો છે. સમાજમાં મારી જાતને એક બ્રાન્ડ બનાવવા માટે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો મને તાર્કિક નિર્ણય લાગ્યો. ગનરે કહ્યું કે, પોર્ન ઈન્ડસ્ટ્રીએ મને શરૂઆતથી જ આકર્ષિત કર્યું છે અને હું જે પસંદ કરું છું તે કરવા જઈ રહી છું. હવે હું વધુ રાહ જોઈ શકતી નથી, હું લોકોને બતાવવા માંગુ છું કે હું શું કરી શકું છું. કેલી ગનરે અત્યાર સુધીમાં બે એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત, ગનરનું OnlyFans પર એક એકાઉન્ટ પણ છે જ્યાં તે તેના ચાહકો સાથે સીધા સંપર્કમાં રહે છે. કેલી કહે છે કે, સેનામાં તમને ઘણા સારા મિત્રો મળે છે, જેમની સાથે તમે મિત્ર બની શકો છો. તેણે કહ્યું કે, સેનામાં મને ઘણા સારા મિત્રો પણ મળ્યા. ગનરે કહ્યું કે, તે બાળપણથી જ ખૂબ જ જવાબદાર અને શિસ્તબદ્ધ છે. અમારા પરિવારનો આર્મીમાં જોડાવાનો લાંબો ઈતિહાસ છે. તેથી જ હું પણ આર્મીમાં જોડાઇ. સેનામાં રહીને તેણે લડાઈની યુક્તિઓ શીખી હતી.
આ પણ વાંચો – Stock Market / અદાણી વિલ્મર IPOને પહેલા દિવસે મળ્યો સારો પ્રતિસાદ, રિટેલ રોકાણકારોએ 43 ટકા બુકિંગ કર્યું
ગનરે કહ્યું કે, તે સરળતાથી M240 મશીનગન ચલાવી શકતી હતી, પરંતુ વર્ષ 2019માં તેણે આર્મી છોડીને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જોડાવાનું નક્કી કર્યું. સેના છોડ્યા પછી, તેણે એક એજન્ટ શોધી કાઢ્યો અને તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં નોકરી મેળવવા માટે વિનંતી કરી. વર્ષ 2020માં જ્યારે તે 23 વર્ષની હતી ત્યારે તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં નોકરી મળી હતી. આજે તેનું તમામ કામ Nexxxt લેવલ ટેલેન્ટ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવે છે.
