આજની યુવા પેઢી ફેસન અને સ્ટાઇલમાં રહેવામાં જ માને છે. આજનો યુવક પોતાનું નામ બનાવવા એવુ પણ કરી બેસે છે જેમા તેના જીવનું જોખમ હોય. ખાસ કરીને નવયુવાન બેઇક પર સ્ટન્ટ કરવાનું ખૂબ શીખ્યા છે, ઘણીવાર સ્ટન્ટ સફળ બની જાય છે પરંતુ જ્યારે આ સ્ટન્ટ અસફળ થાય છે ત્યારે જીવ પર બની આવે છે. આવુંજ કઇંક આ યુવક સાથે થયુ જેનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો – આસામ / બુરખાની જગ્યાએ જીન્સ પહેરીને આવેલી યુવતીને દુકાનદારે બહાર કાઢી મુકી અને પછી જે થયુ…
આપને જણાવી દઇએ કે, કેટલાક લોકો દુનિયામાં એવા હોય છે જે કંઇક અલગ કરવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. આમ છતાં લોકો શાંત થતા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોયા પછી તમારા પણ એક ક્ષણ માટે રૂંવાટા ઉભા થઈ જશે. કારણ કે, સ્ટન્ટ કરવાની પ્રક્રિયામાં એક વ્યક્તિની હાલત જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે યુવાનોમાં સ્ટન્ટનો ઘણો ક્રેઝ છે. કેટલાક યુવાનોને જ્યાં પણ તક મળે છે ત્યાં તેઓ સ્ટન્ટ કરવા લાગે છે. તેઓ એ પણ નથી જોતા કે તેઓ ક્યાં સ્ટન્ટ કરી રહ્યા છે અને તેનું પરિણામ શું આવી શકે? જરા જુઓ આ વીડિયો, એક યુવક ભીડભાડવાળા રસ્તા પર બાઇક પર જઈ રહ્યો છે. અચાનક તે બાઈક પર જગલિંગ કરવા લાગે છે. આ દરમિયાન બન્ને બાજુથી વાહનો આવતા-જતા હોય છે. થોડા સમય માટે બધું બરાબર ચાલે છે. પરંતુ, અચાનક જે બન્યું તે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. વ્યક્તિ સીધી ડમ્પરને ટક્કર મારે છે અને પછી શું થાય છે તે જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે.
#BeSafe💐
ऐसा मत करना😢😢😢😢Hero की Heropanti nikal gayi 😢😢😢@ipskabra @arunbothra @ipsvijrk pic.twitter.com/fHZ2mo7Rgb
— Rupin Sharma IPS (@rupin1992) October 27, 2021
આ પણ વાંચો – OMG! / ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રોફેસર હતા બાથરૂમમાં, કેમેરો બંધ કરવાનું ભૂલ્યા અને પછી…
વીડિયો જોઈને તમે પણ દંગ રહી ગયા હશો. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા છે. હવે લોકો આ વીડિયોને સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. આ વીડિયો ભારતીય પોલીસ સેવાનાં અધિકારી રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું, ‘આવું ન કરો, હીરોની હીરોપંતી ગઈ’. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકો જોઈ ચૂક્યા છે અને સતત પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આપણુ જીવન ખૂબ જ અમૂલ્ય છે જેને આજની યુવા પેઢી સમજી રહી નથી, આ તેમના માટે જ એક ઉદાહરણ છે કે જો તમે તમારા જીવન સાથે રમત કરશો તો તમારી શું હાલત થઇ શકે છે.
