Not Set/ Viral Video/ નદી કિનારે મસ્તીનાં મૂડમાં જોવા મળ્યા વાઘણનાં બચ્ચા, જુઓ દુર્લભ દ્રશ્ય

  શું તમે ક્યારેય ટાઇગરનાં પરિવારજનોને આનંદની પળો સાથે એકબીજાની મજા લેતા જોયા છે? ટાઇગર ફેમિલીનું આ પ્રકારનું દૃશ્ય જોવાનું સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ જ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આપને જણવી દઇએ કે, તાડોબા નેશનલ પાર્કનો એક […]

Videos
 

શું તમે ક્યારેય ટાઇગરનાં પરિવારજનોને આનંદની પળો સાથે એકબીજાની મજા લેતા જોયા છે? ટાઇગર ફેમિલીનું આ પ્રકારનું દૃશ્ય જોવાનું સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ જ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

આપને જણવી દઇએ કે, તાડોબા નેશનલ પાર્કનો એક ખૂબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર બચ્ચા તેની માતા સાથે પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે. વાઘ પરિવારની મજાનો વીડિયો તાજેતરમાં જ ‘ધ વાઇલ્ડ ઇન્ડિયા‘ નામનાં એક ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં, ચાર બચ્ચા એકબીજા સાથે રમતા દાખાઇ રહ્યા છે. આ સમય દરમિયાન આ બચ્ચાની માતા પાણી પી રહી છે અને તે વિસ્તારની આસપાસમાં નજર રાખી રહી છે. આ વીડિયોને શેર કરતી વખતે વાઇલ્ડ ઇન્ડિયાએ કેપ્શનમાં લખ્યું છે – એક મોટા ભારતીય પરિવારની જેમ, તે ટાઇગરનાં બચ્ચા વધારે સુંદર છે.

મહત્વનું છે કે શેર કર્યા પછી, આ વીડિયોએ ઝડપથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. થોડા કલાકોમાં આ વીડિયોને 23k કરતા વધુ વ્યૂઝ મળ્યા છે અને 1.5k કરતા વધુ લાઇક મળી છે. આ વાઘ પરિવારને જોઈને ઘણા યુઝર્સ ખૂબ જ ખુશ થયા છે, અને આ કુટુંબ દ્વારા પાણીમાં કરવામાં આવતી મજાએ ઘણા લોકોનાં દિલ જીતી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.