Ahmedabad/ હનીટ્રેપમાં વેપારીને ફસાવી યુવતી અને તેનાં મિત્રએ પડાવ્યા લાખો રૂપિયા

અમદાવાદ શહેરમાં વેપારીને સોશિયલ મીડિયાનાં માધ્યમથી હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાની ધટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad Gujarat
PICTURE 4 32 હનીટ્રેપમાં વેપારીને ફસાવી યુવતી અને તેનાં મિત્રએ પડાવ્યા લાખો રૂપિયા

અમદાવાદ શહેરમાં વેપારીને સોશિયલ મીડિયાનાં માધ્યમથી હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાની ધટના પ્રકાશમાં આવી છે. અમદાવાદનાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અને રબ્બર વલ્કેનાઈઝીંગનો વેપાર કરતા વેપારીને સપ્ટેમ્બર 2020માં સોશિયલ મીડિયા પર રાધીકા મોદી નામની યુવતીની ફ્રેંડ રિકવેસ્ટ આવી હતી.

વેપારીએ રીક્વેસ્ટ સ્વીકારતા યુવતીએ મેસેન્જર મારફતે વેપારી સાથે વાત કરવાનુ શરૂ કર્યુ. તે બાદ યુવતીએ વેપારીને પોતાનો મોબાઈલ નંબર ફોન પર વાત કરી મિત્રતા કરી. યુવતીએ પોતે સુરત રહેતી હોવાનું અને તેની બહેન અમદાવાદમાં રહેતી હોવાનું વેપારીને જણાવ્યુ હતુ અને અમદાવાદ આવશે ત્યારે વેપારીને મળશે તેવુ જણાવ્યું હતુ. 21 સપ્ટેમ્બર 2020 નાં રોજ રાધીકા મોદીએ વેપારીને ફોન કરીને તે અમદાવાદ આવી છે તેમ કહીને વટવા બ્રિજ નીચે મળવા બોલાવ્યો. વેપારી યુવતીને વટવા મળવા જતા યુવતીએ તે વિસ્તારમાં પોતાનાં જીજાજીનાં ઓળખીતા લોકો રહે છે. તે જોઈ જશે તેમ કહી આગળ અસલાલી પાસે મુરલીધર ગેસ્ટહાઉસ પોતાનાં મિત્રના સંબંધીનું છે ત્યાં લઈ ગઈ હતી.  ત્યાં જઈને યુવતી વેપારીનું ઓળખકાર્ડ ગેસ્ટ હાઉસમાં ગઈ હતી. થોડીવાર બાદ તે નીચે આવી કહ્યું હતું કે મારા પાસે ઓળખકાર્ડ નથી માટે નહિ બેસવા દે. થોડીવાર વાતચીત કરી વેપારી અને યુવતી છુટા પડ્યા હતા.

બીજા દિવસે શાહીબાગ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી વેપારીને ફોન આવ્યો હતો કે રાધીકા મોદી નામની યુવતીએ તમારા સામે દુષ્કર્મની અરજી છે. જેથી ગભરાઈ જતા તેના બીજા દિવસે વેપારી મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં રાધિકા અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ હાજર હતો. વેપારીને બહાર બોલાવી જીતેન્દ્ર મોદી નામનાં શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હતો અને નિવૃત્ત છે, સેવાનું કામ કરે છે તેવુ જણાવી સમાધાન કરવુ હોય તો હાલ રૂ. પાંચ લાખ આપો નહિ તો બળાત્કાર અને પોકસોની ફરિયાદ નોંધાવશે તેવુ જણાવ્યુ હતુ. વેપારી ગભરાઈ જતા કોઈ ગુનો ન કરવા છતાં ઈજ્જત ન જાય તે માટે છેવટે અઢી લાખ આપ્યા હતા. અને યુવતીએ અરજી પરત લીધી હતી.

બીજી ફેબ્રુઆરીનાં રોજ વેપારીને જાણ થઈ કે જીતેન્દ્ર મોદી અને રાધીકા મોદી તેમજ અન્ય સાગરીતો સાથે મળીને ફરી એક વાર મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એક શખ્સને ફસાવી તેનાં વીરૂધ્ધ પણ બળાત્કારની અરજી આપીને તેની પાસેથી સમાધાનનાં 8 લાખ રૂપિયા પડાવ્યા છે જેથી અંતે આ ગેંગને ઝડપી પાડવા પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આ મામલે વેપારીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેક્ટર 2 JCP અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. વેપારીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન બહાર જ આ સમગ્ર રેકેટ ઝડપી લીધું હતું. લોકોને ફસાવનાર ટોળકી ફરાર થઈ ગઈ હતી. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાત પણ સામે આવી છે.

ભોગ બનનાર વેપારીનાં જણાવ્યા અનુસાર આ ટોળકી વેપારીઓ અને સારા ઘરનાં યુવકોને પોતાનાં જાળમાં ફસાવી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે. બીજા જ દિવસે મહિલા પોલીસ સ્ટેશનમાંથી અરજી માટે બોલાવે છે. જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ પોતે ક્રાઈમ બ્રાન્ચના નામે ઓળખ આપી સમાધાનની વાત કરે છે. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં સીધો PIની ચેમ્બરમાં પણ ઘુસી જાય છે. મહિલા પોલીસની પણ આમાં સંડોવણી હોવાની પૂરી શકયતા છે. ટોળકીને પોલીસ સ્ટેશન બહારથી જ પકડી હતી પરંતુ તેઓ વાહન મૂકી અને ફરાર થઈ ગયા હતા તેમના ફોન પણ બંધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો