Mahesana News: મહેસાણાના (Mahesana) ઊંઝાની (Unjha) કર્ણાવતી સોસાયટીમાં ચોરીની (Theft) ઘટના બનવા પામી છે. હ્યુમન ફેસ ડિટેક્શન કેમેરાવાળા (Human face detection camera) મકાનમાં બુકાનીધારી ચોરોએ નકુચો અને કબાટ તોડી મોટી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકામાં કર્ણાવતી સોસાયટીમાં ચોરીની ઘટના ઘટી છે. ચહેરા ઢાંકી આવેલા તસ્કરો મકાનમાં કળા કરી ગયા છે, મકાનમાલિકો ઘરમાં ચોરી થતાં પોલીસને ઘટનાની જાણ કરી છે. હ્યુમન ફેસ ડિટેક્શન કેમેરાવાળા મકાનમાં ચોરોએ હાથ અજમાવ્યો હતો. મકાનનો નકુચો અને કબાટ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. સોના-ચાંદીના દાગીના અને મોટી રોકડ રકમની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ઘર માલિકે સમગ્ર મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

વલસાડના (Valsad) પારડીના બગવાડા ગામે તસ્કરનો આતંક જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટરના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા. 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી. ચોરો બધાના આશ્ચર્યની વચ્ચે દરવાજા તોડયા વગર મકાનમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા અને 22 તોલા દાગીના ચોરી ગયા હતા. પારડી પોલીસે ચોરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. પોલીસનું પ્રાથમિક અનુમાન મુજબ તો જાણભેદુઓએ ચોરીને અંજામ આપ્યો છે. આ સિવાય આ ચોરીમાં જાણભેદુ ન હોય પણ કદાચ ચોરને માહિતી આપવામા જાણભેદુ હોય તેવું પોલીસનું અનુમાન છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં તેલચોરીનાં કૌભાંડનો પર્દાફાશ, દોઢ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો:વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી
આ પણ વાંચો:ગ્રાહક બની દુકાનમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ, CCTV આવ્યા સામે
