side effects/ વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ…

લીલા વટાણામાં ખુબ પ્રોટીન, ખુબ એમિનો એસીડ અને મોટા જથ્થામાં ફાઇબર હોય છે. તેમાં વિટામીન ડી પણ હોય છે જે હાડકાના ઘનત્વ માટે જરૂરી છે

Health & Fitness Lifestyle
Untitled 11 1 વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ...

શિયાળામાં ચારેય તરફ વટાણા જોવા મળતા હોય છે. વટાણા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં બહુ મોટી માત્રામાં ફાઇબર, એન્ટિ ઓક્સિડેન્ટ અને અન્ય પોષક તત્વો જોવા મળે છે. લીલા વટાણામાં વિટામીન એ, વિટામીન ઇ, વિટામીન ડી અને વિટામીન સી ખુબજ સારી માત્રામાં હોય છે. વટાણા ખાવાથી બ્લડસુગર અને કોલોસ્ટ્રોલનું સ્તર કંટ્રોલમાં રહે છે. તે શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. વટાણા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે.
વટાણાની અંદર જોવા મળતુ વિટામીન કે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવે છે. તેમાંથી મળતા પોષક તત્વો હાડકાને મજબુત બનાવે છે.
પરંતુ નુકસાન એ છે કે વટાણાથી શરીરમાં વિટામીન કેની માત્રા ખુબજ વધી જાય છે. વિટામીન કેની વધુ માત્રા લોહીને પાતળું કરી દે છે.અને પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા કરી નાંખે છે..જેને કારણે ઘાને રૂઝાવવામાં વધારે સમય લાગે છે. જેને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ હોય તેમણે વટાણા વધારે ન ખાવા જોઇએ. થ્રોમ્બોફ્લિબિટિસ અને ગઠીયાના દર્દીઓને પણ વટાણા ઓછી માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે.

Untitled 11 2 વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ...

આ પણ વાંચો ;ગુજરાત / ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

લીલા વટાણામાં ખુબ પ્રોટીન, ખુબ એમિનો એસીડ અને મોટા જથ્થામાં ફાઇબર હોય છે. તેમાં વિટામીન ડી પણ હોય છે જે હાડકાના ઘનત્વ માટે જરૂરી છે. પરંતુ . વધારે પડતા વટાણા ખાવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે. અને યૂરિક એસિડ વધવા લાગે છે. જેને કારણે ગઠિયાની બીમારી થઇ શકે છે. યૂરિક એસિડ વધવાથી સાંધાનો દુઃખાવો પણ વધે છે.વધારે પડતા વટાણાનું સેવન હાડકાને નબળા પાડવાનું કામ કરે છે.

લીલા વટાણામાં જોવા મળતા ફાઇટિક એસિડ અને લેક્ટિન પોષક તત્વોના અવશોષણમાં વિઘ્ન ઉભું કરે છે. તે પાચનની સમસ્યા પણ ઉભી કરે છે. તેમાં ઉપલબ્ધ ફાઇટેટ્સ શરીરમાં ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન જેવા મિનરલ્સને ઓછા કરી દે છે. જેના કારણે શરીરમા જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાઇ શકે છે. તેની અસર ઇમ્યુન સિસ્ટમ ઉપર પણ પડે છે. અને શરીરમા બેક્ટેરીયા વધવાની સંભાવના ઉભી થાય છે…તેથી વટાણાનું સેવન ખુબ વધારે પડતું ન કરવું જોઇએ.

Untitled 11 3 વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ...

આ પણ વાંચો ;રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ /  IAS રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ,સોમવારથી સંભાળશે ચાર્જ