કેબિનેટમાં ફેરબદલ/ મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની અટકળો, પ્રફુલ્લ પટેલને મોટી જવાબદારી મળી શકે છે

ભાજપ સરકાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કેબિનેટમાં મોટા ફેરફાર કરી શકે તેવા એંધાણ જોવાઇ રહ્યા છે. કેબિનેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ અમલમાં મૂકવામાં આવશે

Top Stories India
5 મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની અટકળો, પ્રફુલ્લ પટેલને મોટી જવાબદારી મળી શકે છે

ભાજપ સરકાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કેબિનેટમાં મોટા ફેરફાર કરી શકે તેવા એંધાણ જોવાઇ રહ્યા છે. કેબિનેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ અમલમાં મૂકવામાં આવશે. અમિત શાહ સાથે જેપી નડ્ડા સાથે અનેક વરિષ્ઠ નેતાઓ સાથે બંધબારણે બેઠક થઇ છે, આજે જે રીતે મહારાષ્ટમાં મોટો રાજકિય ભૂકંપ સર્જાયો હતો અજીત પવારે શરદ પવાર સાથે બગાવત કરીને સત્તાપક્ષની પાર્ટીમાં સામેલ થયા અને નાયબ મુખ્યમંત્રીની શપથ વિધિ પણ લઇ લીધી છે.

લોકસભાની ગત 2014 ચૂંટણીમાં ઉદ્વવ ઠાકરે અને ભાજપ સાથે મળીને કુલ 48 બેઠકમાંથી 41 2019માં જીતી હતી અને 2019માં શિવસેના અને ભાજપ 23 -23 બેઠક પર જીત મેળવી હતી. શરદ પવારના અત્યંત વિશ્વાસુ એવા પ્રફુલ્લ પટેલે અજીત પવારને સપોર્ટ કરીને અનેસીપીમાંથી બગાવત કરીને સત્તાપક્ષ સાથે હાથ મેળવી લીધો છે. ભાજપ જે પ્રમાણે કેબિનેટ વિસ્તરણ કરશે તેમાં ફડણવીસ અને પ્રફુલ્લ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં મોટો રાજકિય ભૂકંપ સર્જાયો છે. જેના લીધે હાલ ભાજપને મહારાષ્ચ્રની રાજનીતિમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.